Viral : નોરા ફતેહીનું નામ સાંભળીને ભારતી સિંહનાં ઉડી ગયા હોશ, વિડીયોમાં રિએક્શન જોઈને આવશે તમને હસવું

એવું લાગે છે કે ભારતી સિંહ (Bharti Singh) પ્રખ્યાત અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) ના નામથી ખૂબ જ ડરે છે, તે અમે નહી તેમનો સોશિયલ મીડિયા પર વાયરલ થતો એક વિડીયો કહી રહ્યો છે, આ વિડીયોમાં તેમની પ્રતિક્રિયા જોયા પછી, તમે આ વાત પોતે સમજી જશો.

Viral : નોરા ફતેહીનું નામ સાંભળીને ભારતી સિંહનાં ઉડી ગયા હોશ, વિડીયોમાં રિએક્શન જોઈને આવશે તમને હસવું
Nora Fatehi, Bharti Singh
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:53 PM

ટેલિવિઝન ક્ષેત્રની જાણીતા હાસ્ય કલાકાર ભારતી સિંહ (Bharti Singh) ને આજે કોઈ ઓળખની જરૂર નથી. ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન, ભારતી ક્યાંય પણ કોમેડી કરવાની તક ચૂકતી નથી. કોમેડિયન હાલના દિવસોમાં સતત તેમના નવો શો ધ કપિલ શર્મા શોની વાપસીને લઈને ચર્ચામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તેનો એક ફની વીડિયો સામે આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર જડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ભારતી આ દિવસોમાં તેમના બાકીના શોનું શૂટિંગ સમાપ્ત કરી રહી છે. જ્યાં ઘણીવાર તેની મુલાકાત મુંબઈમાં હાજર મીડિયા ફોટોગ્રાફરો સાથે થતી રહે છે. ભારતીને તમામ ફોટોગ્રાફરો ખૂબ પસંદ કરે છે, જ્યાં આ ફોટોગ્રાફરોની આખી ટીમ પણ તેમની સાથે ખૂબ હસતી અને જોક્સ કરતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, ભારતી ફોટોગ્રાફરો સાથે વાત કર્યા બાદ તેમની વૈનિટી વેનમાં જતી જોવા મળી રહી છે, આ દરમિયાન ભારતીની તસ્વીર લેતી વખતે એક વ્યક્તિ નોરા ફતેહી (Nora Fatehi) નું નામ જોરથી લે છે. આ નામ સાંભળીને ભારતી અચાનક ચોંકી ગઈ, અને કહે છે કે “તેને મારો મળીને મારો”. ભારતી આ દિવસોમાં ડાન્સ દીવાનેમાં આપણને જોવા મળી રહી છે. જ્યાં આ વીડિયો ડાન્સ દીવાનેનાં સેટ પરથી આવ્યો છે. નોરા ફતેહી આ દિવસોમાં ટીવી શોની ખબર બની રહી છે, જ્યાં તે દરેક શોનો એક ભાગ બની રહી છે.

તમે પણ જુઓ કોમેડી ક્વીનનો આ વીડિયો

 

 


વાયરલ થયો હતો બચપન કા પ્યાર

 

 


બીજી બાજુ, રવિવારે ભારતીનો બીજો વીડિયો બહાર આવ્યો, આ વીડિયોમાં તે કપિલ શર્મા સાથે જોવા મળી હતી. બંને કારમાં સાથે ફરવા ગયા હતા. જ્યાં ભારતી સિંહ અને કપિલ શર્મા ચાહકની સામે કાર રોકીને બચપન કા પ્યાર ગીત ગાવાનું શરૂ કરે છે, પરંતુ જેવુ જ ભારતી તેના ફોનનો કેમેરો તે છોકરી તરફ ફેરવતાં જ તે છોકરી ત્યાંથી ભાગી જાય છે.

કપિલ શર્મામાં જોવા મળશે ભારતી

છેલ્લા કેટલાક મહિનાઓથી, પ્રેક્ષકો ધ કપિલ શર્મા શો જોવા માટે ઝંખતા હતા, જ્યાં હવે શો ટીવી પર પાછો ફરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ શર્માની નવી સિઝન 21 ઓગસ્ટથી ટીવી પર પ્રસારિત થશે. જ્યાં આ શોના પ્રથમ મહેમાન અક્ષય કુમાર બનવાના છે. જે પોતાની ફિલ્મ બેલ બોટમના પ્રમોશન માટે અહીં આવશે. અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે. શોની ટીમ તરફથી અત્યાર સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો :- Bigg Boss OTT: કરણ જોહર ઈચ્છે છે કે કરીના કપૂર અને મલાઈકા અરોરા બને બિગ બોસનો ભાગ, તેમની સાથે ઘરમાં રહેવા માંગે છે બંધ

આ પણ વાંચો :- Wrap : Akshay Kumar ને ‘રક્ષાબંધન’ નાં સેટ પર આવી દિલ્હીના ચાંદની ચોકની યાદ, ચાહકો માટે શેર કરી ખાસ તસ્વીરો