વિક્રાંત માસેએ ‘રાધે માં’ સાથે કરી Yami Gautamની તુલના, કંગના રનૌતે કહ્યું ‘લાવો મારી ચપ્પલ’

હવે યામીની આ તસ્વીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહી છે. તેમની તસ્વીરોવાળી પોસ્ટ પર ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમના મિત્રો અને કલાકારો કમેન્ટ કરીને અભિનંદન પાઠવી રહ્યા છે.

વિક્રાંત માસેએ રાધે માં સાથે કરી Yami Gautamની તુલના, કંગના રનૌતે કહ્યું લાવો મારી ચપ્પલ
Yami Gautam, Vikrant Massey, Kangana Ranaut
| Edited By: | Updated on: Jun 07, 2021 | 10:37 PM

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના ડારેક્ટર આદિત્ય લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નના અચાનક સમાચારોથી આખું બોલિવૂડ ચોંકી ઉઠ્યું છે. હવે યામીની આ તસ્વીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહી છે. તેમની તસ્વીરોવાળી પોસ્ટ પર ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમના મિત્રો અને કલાકારો કમેન્ટ કરીને અભિનંદન પાઠવી રહ્યા છે. આ દરમિયાન વિક્રાંતના અભિનંદન સંદેશ અંગે કંગના રનૌતે આપેલો જવાબ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

યામી ગૌતમે ઘણી જુદી જુદી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો પર તેમના સહ કલાકાર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana), વિક્રાંત માસે (Vikrant Massey), હૃતિક રોશન (Hrithik Roshan) અને કંગના રનૌત (Kangana Ranaut) સહિત ઘણા સેલેબ્સ અને ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે. આ તસ્વીરોમાં યામી ગૌતમ લાલ સાડીમાં છે. તે હિમાચલી દુલ્હનની જેમ તૈયાર થઈ છે. તે એકદમ ખુશ દેખાઈ રહી છે.

 

કંગનાએ લખ્યું- ‘હિમાચલી દુલ્હને સૌથી સુંદર હોય છે, બિલકુલ દેવીની જેમ દિવ્ય લાગી રહી છો.’ આ ફોટા પર વિક્રાંત માસેએ પણ કમેન્ટ કરી અને અભિનેત્રીની તુલના રાધેમાં સાથે કરી દીધી. વિક્રાંત માસેએ કમેન્ટમાં લખ્યું- ‘રાધેમાંની જેમ પવિત્ર અને શુદ્ધ.’

 

 

 

વિક્રાંત માસેની આ કમેન્ટ જોઈને કંગના રનૌત પોતાને તેના પર પ્રતિક્રિયા આપતા રોકી શકી નહીં. તેમણે અભિનેતાની કમેન્ટનો જવાબ આપતા લખ્યું – ‘આ વંદો ક્યાંથી આવ્યો, લાવો મારી ચપ્પલ.’ અભિનેત્રીની આ કમેન્ટ પર હવે યુઝર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, કંગનાએ આ કમેન્ટ મજાકથી કરી હતી કે પછી તે ખરેખર વિક્રાંત માસેની કમેન્ટ પર ગુસ્સે થઈ ગઈ છે, આ વાત સ્પષ્ટ થઈ શકી નથી.

 

 

ચાલો અમે તમને જણાવી દઈએ કે યામી ગૌતમ અને આદિત્ય ધર (Aditya Dhar)એ દુનિયાની ધામધુમ અને દેખાવ સિવાય ખૂબ જ સિંપલ અને સાદી શૈલીમાં લગ્ન કર્યા છે. બંનેના ચાહકો તેમની સાદગી પર ફિદા થઈ રહ્યા છે. આ સાથે જ લગ્નની તમામ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

 

 

 

આ પણ વાંચો: Net Worth: ટેલિવિઝન ક્વીન Ekta Kapoor છે કરોડોની માલિક, કમાણી જાણીને રહી જશો દંગ