Video: અક્ષય કુમારે કેમ કપિલ શર્મા શોમાં શાહરૂખ ખાનને ફોન કર્યો? જુઓ પછી શું થયું

|

Aug 24, 2021 | 9:24 AM

અક્ષય કુમારની સામે કપિલ શર્મા શો દરમિયાન, એક યુવતીએ માંગ કરી કે તેને સાથે શાહરુખ ખાન સાથે વાત કરવી છે, તે પછી અક્ષય કુમારે તરત જ તેનો ફોન કાઢ્યો અને કિંગ ખાનનો નંબર ડાયલ કર્યો. જાણો પછી શું થયું.

Video: અક્ષય કુમારે કેમ કપિલ શર્મા શોમાં શાહરૂખ ખાનને ફોન કર્યો? જુઓ પછી શું થયું
Why did Akshay Kumar call Shah Rukh Khan during the Kapil Sharma show?

Follow us on

અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) વર્ષોથી તેના ચાહકો પર પ્રભુત્વ ધરાવે છે. અભિનેતા ગેન્સની સામે વિવિધ પ્રકારની ફિલ્મો રજૂ કરે છે. 53 વર્ષીય અક્ષય કુમાર પોતાની સ્વેગ રિચ સ્ટાઇલ માટે પણ જાણીતા છે. અક્ષયે તાજેતરમાં જ શાહરૂખ ખાનને (Shah Rukh Khan) તેના એક ફેન માટે ફોન કર્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે.

વાસ્તવમાં અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે, આવી સ્થિતિમાં, ખિલાડી કુમાર આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. પ્રમોશન માટે અક્ષય કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Shwo) જોવા મળ્યા હતા. ત્યારે શાહરુખ ખાનના એક ફેને તેને કિંગ ખાનને ફોન કરવાનું કહ્યું, તે પછી જે થયું તે ખૂબ જ રમુજી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

અક્ષય ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો

આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બેલબોટમની સ્ટાર કાસ્ટ એટલે કે અક્ષય કુમાર, હુમા કુરેશી, વાણી કપૂર અને જેકી ભગનાની આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. આ બધા તાજેતરમાં ધ કપિલ શર્મા શોમાં આવ્યા હતા. આ દરમિયાન, એક યંગ ચાહક અક્ષય કુમારને વિનંતી કરે છે કે કૃપા કરીને તેને ફોન પર શાહરુખ ખાન સાથે વાત કરાવો.

અક્ષય શાહરુખને કોલ કરે છે

જે રીતે ફેન અક્ષય કુમારને વિનંતી કરે છે, ખિલાડી કુમાર તરત જ શાહરુખ ખાનને ફોન કરે છે, પરંતુ ‘કિંગ ખાન’ નો નંબર સ્વીચ ઓફ આવે છે. ફોનને સ્પીકર પર મૂકીને અક્ષય કહે છે કે ફોન બંધ છે. આ પછી ફેન કહે છે- ‘સર, પ્લીઝ બીજા નંબર પર ફોન કરો.’ આ સાંભળીને કપિલ શર્મા પોતાની શૈલીમાં કહે છે, ‘શાહરૂખ ખાન પીસીઓમાં કામ કરે છે?’

શાહરૂખની ફેન અહીં જ નથી અટકતી, તે કહે છે, ‘તમારી પાસે બીજો કોઈ નંબર નથી? અથવા તમે તેમની પત્નીને ફોન કરો.’ આ સાંભળીને આખી ટીમ હસવા લાગે છે અને કપિલ કહે છે, ‘ગૌરી ભાભી કહેશે અક્ષય જી તમે મારા પતિને બગાડી રહ્યા છો.’ આ પછી કપિલ હસીને કહે છે કે’ આ એક મજાક હતી, પણ તમે ફોન કરવાની કોશિશ કરી, તમને બહુ જ પ્રેમ. ‘

ફેન્સ અક્ષય કુમારની આ કામની પ્રશંસા કરી રહ્યા છે. ભલે તે શાહરુખ સાથે તેની વાત ના કરાવી શક્યા, પરંતુ તેના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અક્ષય થોડા સમય પહેલા રામ સેતુ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા, ત્યારે તેમણે અતરંગી રેનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. આ સિવાય અક્ષયની સૂર્યવંશી પણ રિલીઝ માટે તૈયાર છે. અક્ષય કુમાર પાસે પૃથ્વીરાજ, રક્ષા બંધન અને બચ્ચન પાંડે પણ છે.

 

આ પણ વાંચો: Tv9 Exclusive KBC 13: જીતેલી રકમને આ રીતે ખર્ચ કરશે જ્ઞાન રાજ, જાણો આ પહેલા સ્પર્ધકના શું છે સપના

આ પણ વાંચો: સલમાન ખાનને એરપોર્ટ પર રોકનાર ASI સોમનાથ મોહંતીની મુશ્કેલીઓ વધી, જાણો કેમ થઈ આ કાર્યવાહી

Next Article