Video: Shahrukh Khan ની લાડલીએ બ્લેક બોડીકોન ડ્રેસમાં દેખાડ્યો કાતિલાના અંદાજ, ચાહકો થયા દિવાના

|

May 24, 2021 | 6:41 PM

તાજેતરમાં સુહાનાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સુહાના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

Video: Shahrukh Khan ની લાડલીએ બ્લેક બોડીકોન ડ્રેસમાં દેખાડ્યો કાતિલાના અંદાજ, ચાહકો થયા દિવાના
Suhana Khan

Follow us on

શાહરુખ ખાન (Shahrukh Khan)ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય. પરંતુ તેમના ચાહકોની સૂચિ ઘણી લાંબી છે. તાજેતરમાં, અભિનેતાની લાડલી 21 વર્ષની થઈ ગઈ છે. સુહાનાના જન્મદિવસના ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે સુહાનાનો તેના મિત્રો સાથેનો એક વીડિયો સામે આવ્યો છે.

સુહાનાનો જે જન્મદિવસનો વીડિયો બહાર આવ્યો છે, તેમાં કેટલાકમાં તે કેક કાપતી જોવા મળી તો કેટલાકમાં ફુગ્ગાઓ સાથે રમતી જોવા મળી હતી. ચાહકોને સુહાનાની આ સ્ટાઇલ ખૂબ પસંદ આવી છે. તમને જણાવી દઈએ કે સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો વગેરે શેર કરતી રહે છે.

સુહાનાનો નવો વીડિયો

તાજેતરમાં સુહાનાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સુહાના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. સુહાના અને તેના મિત્રો બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલ ગીત સાથે લિપ સિન્ક કરે છે. વીડિયો સતત ફરતો જોવા મળે છે. જેમાં બધી છોકરીઓ એક પછી એક નજરે પડે છે. આ દરમિયાન સુહાના ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે.

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સુહાનાએ બોલ્ડ બ્લેક કટ આઉટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. ત્રણેય મિત્રોએ પણ મેચિંગ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યા છે, વીડિયોમાં સુહાના તેના મિત્રો સાથે ફુલ મસ્તીવાળા અંદાજમાં જોવા મળી રહી છે. સુહાનાનો આ વીડિયો ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

 

 

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ડેબ્યૂ થવા પહેલા જ સુહાના ખાનના ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે. સુહાનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ઘણા બોલિવૂડ બાળકો સિનેમામાં પ્રવેશ કરી ચૂક્યા છે, હવે દરેકની નજર સુહાના પર છે. સુહાનાના મિત્રો અનન્યા (Ananya Panday) અને શાનાયા કપૂર (Shanaya Kapoor) છે.

સુહાનાની પહેલી શોર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ થોડા સમય પહેલા રિલીઝ થઈ ચુકી છે. 10 મિનિટની આ ફિલ્મમાં સુહાનાની અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે સુહાના કયા નિર્માતા સાથે સિનેમામાં પ્રવેશ કરે છે.

Published On - 6:41 pm, Mon, 24 May 21

Next Video