Vicky Kaushal: ક્રેઝી ફેન ઘરે કહ્યા વગર વિકીને મળવા પહોચી એરપોર્ટ, અને પછી શું થયું જાણો

વિકી કૌશલે તેના સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે ફેન દ્વારા અપાયેલ સમોસો ખાઈ રહ્યો છે. અને આખી ઘટનાનું વર્ણન પોસ્ટમાં કર્યું હતું.

Vicky Kaushal: ક્રેઝી ફેન ઘરે કહ્યા વગર વિકીને મળવા પહોચી એરપોર્ટ, અને પછી શું થયું જાણો
વિકી કૌશલ
| Edited By: | Updated on: Feb 03, 2021 | 2:49 PM

‘ઉરી’ ફેમ અભિનેતા વિકી કૌશલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા છે. વિકીનો સમાવેશ એ સ્ટાર્સની લીસ્ટમાં થાય છે, જે જુદા જુદા પાત્રો ભજવવામાં માહિર છે. વિકીએ તેની કારકિર્દીમાં ઘણી મોટી ફિલ્મો આપી છે. તેમેજ વિકી કૌશલ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. અને તે પોતાના ચાહકોને કદી નિરાશ કરતો નથી. જેનું એક મોટું ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં વિકીની ફેન તેને મળવા ઘરે કહ્યા વગર એરપોર્ટ પહોંચી હતી.

વિકી કૌશલ હાલમાં નવી ફિલ્મનાં શૂટિંગ માટે મધ્યપ્રદેશના ઇન્દોરમાં છે. ત્યારે વિકીને મળવા એક ફેન ઇન્દોર એરપોર્ટ પર પહોંચી હતી તે સાથે સમોસા અને જલેબી લઈને આવી હતી. આ જોઇને વિકીએ ફેનનો આભાર માન્યો. વિકીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિકી હાથમાં સમોસા સાથે જોવા મળી રહ્યા છે. આ સમોસા વિકીએ ખાધા અને આભાર માન્યો.

 

 

તેણે કેપ્શનમાં લખ્યું હતું, ‘કહ્યું હતું કે હું નહીં ખાઈ શકીશ, પણ રહેવાયું નહીં. આવા ફેનને જોઇને બહુ ખુશી મળી જે જાણતી હોય કે મને બહુ ભૂખ લાગી છે. પોતાના માતા અને પિતાને કહ્યા વિના તે એરપોર્ટ પર મને મળવા આવી ગઈ અને સાથે સમોસા-જલેબી લઈને આવી. અંકલ આંટી જો તમે આ વાંચી રહ્યા હોવ તો ગુસ્સે ના થતા. તમને ખૂબ પ્રેમ. ઇંદોરના સમોસા કમાલના છે’

Published On - 2:48 pm, Wed, 3 February 21