Vicky-Katrina Wedding : વિકી-કેટરિનાના લગ્ન બે રીતિ-રિવાજ મુજબ થશે, પરિવારે તમામ તૈયારીઓ કરી પૂર્ણ

|

Dec 06, 2021 | 12:52 PM

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની આ સમયે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. બંનેના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Vicky-Katrina Wedding : વિકી-કેટરિનાના લગ્ન બે રીતિ-રિવાજ મુજબ થશે, પરિવારે તમામ તૈયારીઓ કરી પૂર્ણ
Vicky-Katrina Wedding

Follow us on

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની આ સમયે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. બંનેના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિકી અને કેટરીના 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન વિશે દરરોજ નવા અપડેટ્સ સામે આવતા રહે છે. હવે વધુ એક અપડેટ સામે આવ્યું છે.

વિકી અને કેટરીના બંનેએ તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી. બંનેએ અત્યાર સુધી આ અંગે મૌન સેવ્યું છે. 7 ડિસેમ્બરથી લગ્નના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે. આ માટે રાજસ્થાન જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આઈબ્રોનો ગ્રોથ વધારવા માટે આ દેશી વસ્તુને એલોવેરામાં કરો મિક્સ
ઉનાળામાં દરરોજ ખાલી પેટે એલોવેરાનો રસ પીવાથી શું થાય છે?
ઘરમાં કૂતરું પાળવું શુભ કે અશુભ? કઈ વાતનો આપે છે સંકેત જાણો
IPL 2025ના સૌથી નાની ઉંમરના ખેલાડી વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Plant in pot : ઉનાળામાં તુલસી સુકાઈ જાય છે ? ખાતરમાં ફક્ત એક વસ્તુ ઉમેરો

લગ્ન બે વિધિથી થશે

રિપોર્ટ્સનું માનીએ તો વિકી અને કેટરિના બે રિવાજો અનુસાર લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રથમ લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ સાત ફેરા થવા જઈ રહ્યા છે. બીજા વ્હાઈટ વેડિંગ હશે. બંને રીતિ-રિવાજના લગ્ન માટે વિવિધ પ્રકારની સજાવટ પણ કરવામાં આવશે.

કેટરીનાના પરિવારે તૈયારીઓ કરી લીધી છે

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટરિનાના પરિવારની બેગ કારમાં રાખવામાં આવી રહી છે. આ તેમના ઘરની બહારનો વીડિયો છે. વીડિયો જોઈને કહી શકાય છે કે કેટરીના અને તેનો પરિવાર લગ્ન માટે જવા માટે તૈયાર છે.

વિક્કીના પિતાએ ફોટોગ્રાફર્સ માટે ખાસ વ્યવસ્થા કરી હતી

એક અહેવાલ મુજબ, વિકી કૌશલના પિતા શ્યામ કૌશલે રવિવારે સાંજે ફોટોગ્રાફરો માટે ખાસ વ્યવસ્થા કરી હતી. તેણે દરેક માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. વિકી, સની અને શ્યામ કૌશલના ડ્રાઇવરે બિલ્ડિંગમાંથી નીચે આવીને આ ખાસ વ્યવસ્થા કરી હતી.

લગ્નના કાર્યક્રમો શરૂ થયા

વિકી અને કેટરીનાના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. રવિવારે સાંજે કેટરીના કૈફ તેના પરિવાર સાથે વિકીના ઘરે ગઈ હતી. કેટરિનાએ સફેદ રંગનો લહેંગા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ફોટોગ્રાફર્સ માટે વેવ્ઝ પણ કર્યું હતા. તમને જણાવી દઈએ કે, વિકી અને કેટરીના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નમાં 120 મહેમાનો આવવાના છે. જેમાં બોલિવૂડના કેટલાક સેલેબ્સ પણ પરિવાર સાથે સામેલ છે. અહેવાલો અનુસાર, રાજસ્થાનમાં લગ્ન કર્યા પછી, તે પાછો આવશે અને બોલિવૂડ માટે રિસેપ્શન આપશે.

 

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Published On - 12:44 pm, Mon, 6 December 21