TMKOC: શું ગણેશોત્સવ પર શાંતિ પૂર્વક થઈ શકશે સ્વતંત્રતા સંગ્રામ પ્રદર્શન? ભિડે અને ટપ્પુ સેના આમને-સામને

|

Sep 13, 2021 | 3:24 PM

દર વખતની જેમ આ વર્ષે પણ ગોકુલધામ સોસાયટીનો ગણેશોત્સવ તદ્દન અનોખો હશે, પરંતુ તે આટલી સરળતાથી ઉજવવામાં આવશે કે તેમાં કોઈ અડચણ આવશે તે કહેવું થોડું મુશ્કેલ છે.

TMKOC: શું ગણેશોત્સવ પર શાંતિ પૂર્વક થઈ શકશે સ્વતંત્રતા સંગ્રામ પ્રદર્શન? ભિડે અને ટપ્પુ સેના આમને-સામને
verbal spat between master bhide and tappu sena over ganesh festival function

Follow us on

દેશના સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Taarak Mehta Ka Ooltah Chashmah) ગોકુલધામ સોસાયટીમાં (Gokuldham Society) આખરે ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. સોસાઈટીના તમામ સભ્યો કિલકિલાટ કરી રહ્યા છે અને આનંદ સાથે નૃત્ય કરી રહ્યા છે. અને કેમ નહીં, આ વર્ષે ગણેશોત્સવના તહેવાર પર દેશની આઝાદીની લડતને દર્શાવવાનો નિર્ણય ગોકુલધામ સોસાયટીમાં લેવામાં આવ્યો છે. જોકે, સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રદર્શન માટે બોલાવવામાં આવેલી બેઠકમાં માસ્ટર ભીડે (Master Bhide) અને ટપ્પુ સેના (Tappu Sena) સામસામે આવી ગયા છે.

ભીડેએ સોસાઈટીના તમામ સભ્યોની એક બેઠક બોલાવી, જેથી તે દરેકના મંતવ્યો વિશે જાણી શકે. ત્યાં, ભીડે અને ટપ્પુ સેના વચ્ચે થોડો વિવાદ થઇ ગયો છે, પરંતુ અંતે દરેક વ્યક્તિ આ વિષય પર પોતાનો અભિપ્રાય આપે છે. આ વર્ષે ગોકુલધામ સોસાયટીનો ગણેશોત્સવ અલગ અને અનોખી રીતે ઉજવા જઈ રહ્યા છે, તમામ ગોકુલધામવાસીઓએ નિયત થીમ પર પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું છે.

શું કોઈ અડચણ વગર ઉજવાશે તહેવાર?

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેટલાક શણગારની વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને કેટલાક ગણેશોત્સવમાં અન્ય કાર્યક્રમોની તૈયારી કરી રહ્યા છે. જ્યારે મહિલા મંડળે જુદી જુદી વાનગીઓ બનાવવાનું કામ હાથમાં લીધું છે, ત્યારે ચંપકલાલ કાકા તમામ કામની દેખરેખ રાખે છે. તમામ સભ્યો ઉત્સવની વ્યવસ્થા કરવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે

દર વખતની જેમ આ વર્ષે પણ ગોકુલધામ સોસાયટીનો ગણેશોત્સવ તદ્દન અનોખો હશે, પરંતુ તે સરળતાથી ઉજવવામાં આવશે કે તેમાં કોઈ ટ્વિસ્ટ આવશે તે કહેવું થોડું મુશ્કેલ છે. જ્યારે પણ ગોકુલધામમાં કોઈ પણ તહેવાર અથવા અન્ય કોઈ કાર્ય થાય છે, ત્યારે કોઈ સમસ્યા ચોક્કસપણે સામે આવે છે. આવી સ્થિતિમાં ગણેશોત્સવ કોઈ પણ અડચણ વિના પૂર્ણ થાય છે, તે ભાગ્યે જ શક્ય છે.

તે જ સમયે, માસ્ટર ભીડે પણ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રદર્શનને લઈને થોડા ચિંતિત છે, કારણ કે તેઓ ઈચ્છે છે કે આ ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી અને કોઈપણ જાતની મુશ્કેલી વગર સારી રીતે પૂર્ણ થાય. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે ગણેશ ભગવાન માસ્ટર ભીડેની આ ઈચ્છાઓ કેટલી સારી રીતે પૂરી કરે છે, કારણ કે આજ સુધી ગોકુલધામ સોસાયટીમાં કોઈ વિક્ષેપ વગર કોઈ કામ થયું નથી.

 

આ પણ વાંચો: હોલિવૂડની આ 10 હસ્તીઓએ તેમના શરીર પર કરાવ્યા છે સંસ્કૃતમાં ટેટૂ, જુઓ તસ્વીરો અને જાણો મતલબ

આ પણ વાંચો: Ormax Stars India Loves : કરીના, અનુષ્કા, પ્રિયંકાને પછાડીને કિયારા વધી ગઈ આગળ, જાણો Top 10 પ્રિય અભિનેત્રીઓ

Next Article