Varun Dhawanએ ઘરે ઉજવ્યો ભત્રીજી નિયારાનો જન્મદિવસ, પરિવાર સાથેની આ સુંદર તસ્વીરો થઈ વાયરલ

વરુણ ધવને તાજેતરમાં તેની ભત્રીજીના જન્મદિવસની ઉજવણીની તસ્વીરો શેર કરી છે. નિયારા 31 મેના રોજ ત્રણ વર્ષની થઈ ગઈ છે. આ તસ્વીરોમાં નિયારા તેના પરિવાર સાથે ઘેરાયેલી જોવા મળી રહી છે

Varun Dhawanએ ઘરે ઉજવ્યો ભત્રીજી નિયારાનો જન્મદિવસ, પરિવાર સાથેની આ સુંદર તસ્વીરો થઈ વાયરલ
Varun Dhawan
| Edited By: | Updated on: Jun 03, 2021 | 1:57 PM

બોલિવૂડ એક્ટર વરુણ ધવને (Varun Dhawan) તાજેતરમાં તેની ભત્રીજીના જન્મદિવસની ઉજવણીની તસ્વીરો શેર કરી છે. રોહિત અને જાનવી ધવનની પુત્રી નિયારા 31 મેના રોજ ત્રણ વર્ષની થઈ ગઈ છે.

આ તસ્વીરોમાં નિયારા તેના પરિવાર સાથે ઘેરાયેલી જોવા મળી રહી છે અને સાથે મળીને તેઓએ ફોરેસ્ટથી થીમ આધારિત કેક કાપી રહ્યા છે. તે વરુણના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે, જ્યારે પિતા રોહિત તેને કેક ખવડાવતા જોવા મળે છે. તસ્વીરોમાં તેની દાદી લાલી, દાદા ડેવિડ અને માતા જાનવી પણ તેના માટે ચીયર કરતી જોવા મળી રહી છે.

તસવીરો શેર કરતાં વરુણે લખ્યું, “ઘર.” વરુણના ચાહકોએ પરિવાર માટે વખાણનાં પુલ બાંધી દીધા હતા. એક યુઝરે લખ્યું, “ખુબજ સુંદર.” તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું, “હેપી ફેમિલી.” તસ્વીરોમાં વરૂણની પત્ની, ફેશન ડિઝાઇનર નતાશા દલાલ જોવા મળી ન હતી. કદાચ તે બધી તસ્વીરો ક્લિક કરતી હશે.

આ તસ્વીરોમાં દરેક જણ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહી છે. વરુણ તેમના પરિવાર સાથે ખૂબ જ નજીક છે અને કામમાંથી ફુરસદ મેળવતાની સાથે જ તે તેના પરિવાર સાથે કિંમતી સમય વિતાવે છે.

 

 

 

આ વર્ષે વરુણ-નતાશાનાં લગ્ન થયા

વરુણ અને નતાશા (Natasha Dalal) એ આ વર્ષની શરૂઆતમાં અલીબાગમાં લગ્નનાં બંધનમાં બંધાયા હતા. લગ્નમાં ફક્ત દંપતીના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. કરણ જોહર (Karan Johar) , કુણાલ કોહલી (Kunal Kohli)  આમંત્રિત કરાયેલી થોડીક હસ્તીઓમાં શામિલ હતા.

ભેડિયામાં દેખાશે

વરુણ ધવને હાલમાં જ તેમની આગામી ફિલ્મ ભેડિયા (Bhediya) ના પ્રથમ શિડ્યુલનું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં પૂર્ણ કરીને આવ્યા છે. અરુણાચલ પ્રદેશમાં વરૂણ શૂટિંગ સાથે તેમની પત્ની નતાશા સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવી રહ્યા હતા. આ ફિલ્મમાં વરુણની સાથે ક્રિતી સેનન (Kriti Sanon) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના સેટ પરથી વરુણ અને ક્રિતી સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતા હતા. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. આ સિવાય વરુણ જુગ જુગ જિયો (Jug Jug Jiyo) માં જોવા મળશે. આ ફિલ્મમાં વરુણની સાથે અનિલ કપૂર (Anil Kapoor), નીતુ કપૂર (Nitu Kapoor) અને કિયારા અડવાણી (Kiara Advani) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.