‘રેઈડ 2’માં ઇલિયાના ડીક્રુઝની જગ્યા લેશે આ અભિનેત્રી, અજય દેવગને ફિલ્મને લઈને આપ્યું મોટું અપડેટ

'રેઈડ'માં અજય ઉપરાંત ઈલિયાના ડીક્રુઝ અને સૌરભ શુક્લાએ જબરદસ્ત એક્ટિંગ કરી હતી. પરંતુ હવે માહિતી મળી રહી છે રેઈડ 2માં ઈલિયાનાની જગ્યા કોઈ બીજી બોલિવુડની અભિનેત્રી જોવા મળશે તો ચાલો જાણીએ કોણ છે તે

રેઈડ 2માં ઇલિયાના ડીક્રુઝની જગ્યા લેશે આ અભિનેત્રી, અજય દેવગને ફિલ્મને લઈને આપ્યું મોટું અપડેટ
Raid 2
| Updated on: Jan 09, 2024 | 2:48 PM

હાલમાં જ ટી-સીરીઝે અજય દેવગનની હિટ ફિલ્મ ‘રેઈડ’ની સિક્વલની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળીને ચાહકોની ખુશીનો પાર રહ્યો નથી. અજય દેવગનને ફરી જોવા ફેન્સ ઉત્સાહિત છે. ‘રેઈડ’માં અજય ઉપરાંત ઈલિયાના ડીક્રુઝ અને સૌરભ શુક્લાએ જબરદસ્ત એક્ટિંગ કરી હતી. પરંતુ હવે માહિતી મળી રહી છે રેઈડ 2માં ઈલિયાનાની જગ્યા કોઈ બીજી બોલિવુડની અભિનેત્રી જોવા મળશે તો ચાલો જાણીએ કોણ છે તે

રેઈડ 2માં ઈલિયાનાની જગ્યા લેશે આ અભિનેત્રી

મીડિયા રિપોર્ટ અનુસાર, ‘રેઈડ 2’માં ઈલિયાના ડીક્રુઝની જગ્યાએ વાણી કપૂર લીડ રોલમાં જોવા મળશે. વાણીએ ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘ચંદીગઢ કરે આશિકી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે આ ક્રાઈમ ડ્રામામાં અજયની પત્નીના રોલમાં જોવા મળશે. તે સેટ પર જોડાઈ ગઈ છે અને થોડા દિવસોમાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે. આ પહેલીવાર હશે જ્યારે અજય અને વાણી એકસાથે સ્ક્રીન શેર કરશે.

‘રેઈડ 2’માં તેના પહેલા ભાગની વાર્તાને આગળ વધારવામાં આવશે. અજય IRS ઓફિસર અમય પટનાયકના રોલમાં જોવા મળશે અને નવા કેસની તપાસ કરશે. જો કે, સિક્વલ એક કાલ્પનિક વાર્તા હશે, જ્યારે 2018 માં રિલીઝ થયેલી ‘રેઇડ’માં વાસ્તવિક જીવનની વાર્તા દર્શાવવામાં આવી હતી. 1980માં સરદાર ઈન્દર સિંહના ઘરે આવકવેરા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડો લગભગ 5 દિવસ સુધી ચાલ્યો હતો.

15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

સૌરભ શુક્લાએ પહેલા ભાગમાં વિલનની મજબૂત ભૂમિકા ભજવી હતી. તે કાકાના રોલમાં હતો. આ વખતે પણ તે ફિલ્મમાં અંકલ તરીકે પરત ફરશે. જોકે, હજુ સુધી વિલનનું નામ કન્ફર્મ થયું નથી. ખબર છે કે ‘રેઈડ 2’ આ વર્ષે 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અજય દેવગનની આગામી ફિલ્મો

અજય વર્ષ 2024માં ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તે અભિષેક કપૂરની પિરિયડ ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. તેનું નામ હજુ નક્કી થયું નથી. આ સિવાય તે વિકાસ બહલની સુપરનેચરલ થ્રિલરમાં પણ છે. તે નીરજ પાંડેની ફિલ્મ ‘ઔર મેં કહાં દમ થા’માં જોવા મળશે. તેની પાસે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ પણ છે.

Published On - 2:48 pm, Tue, 9 January 24