ઇન્ડિયન સોશિયલ મીડિયા સ્ટાર (Socialite) ઉર્ફી જાવેદ હંમેશા સોશિયલ મીડિયા પર તેના સનસનાટીભર્યા નિવેદનો અને બોલ્ડ ફોટોશૂટના વિડિઓઝ માટે જાણીતી છે. ઉર્ફી જાવેદે (Urfi Javed) તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણી 15 વર્ષની હતી ત્યારે તે સાયબર ક્રાઈમનો (Cyber Crime) ભોગ બની હતી. કારણ કે ઓફ-શોલ્ડર ડ્રેસમાં તેની તસવીર એડલ્ટ સાઈટ પર કોઈએ લીક કરી હતી. તાજેતરમાં, અભિનેત્રી ઉર્ફી જાવેદે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ઉર્ફી તેના પોતાના પરિવાર દ્વારા પોતાના પર ઉઠાવેલા સવાલોને યાદ કરે છે.
અભિનેત્રી અમૃતા રાવની યુટ્યુબ ચેનલ પર, ઉર્ફીએ જણાવ્યું હતું કે, તેણે એકવાર ઑફ-શોલ્ડર ટોપ પહેરેલી તસવીર પોસ્ટ કરી હતી અને કોઈએ તેને એડલ્ટ સાઇટ પર અપલોડ કરી હતી. સોશિયલ મીડિયા સ્ટારે યાદ કર્યું કે, તેણી આસપાસના લોકો દ્વારા જ નહીં પરંતુ તેના પોતાના પરિવાર દ્વારા પણ શરમજનક અનુભવી રહી હતી.
ઉર્ફીએ કહ્યું કે, “હું લખનઉમાં હતી અને ત્યારે હું 15 વર્ષની હતી. મેં ઑફ-શોલ્ડર ટોપ પહેર્યું હતું. તે જમાનામાં લખનૌમાં આવાં કપડાં પહેરવામાં આવતાં ન હતાં. આવી પરિસ્થિતિમાં મેં મારું એક ક્રોપ ટોપ કાપીને બનાવ્યું હતું. મેં તે ક્રોપ ટોપ પહેરેલો મારો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો હતો અને કોઈએ તે જ ફોટો એડલ્ટ સાઇટ પર અપલોડ કર્યો હતો.”
અભિનેત્રીને લાગે છે કે તે સમયે તે ઘણી નાની હતી, પરંતુ આ પરિસ્થિતિએ તેને વધુ મજબૂત બનાવી હતી. “મને ખબર નહોતી કે આ પરિસ્થિતિ સામે કેવી રીતે લડવું. તેનો સામનો કેવી રીતે કરવો. જ્યાં સુધી તમે કોઈ પરિસ્થિતિમાં ન આવો ત્યાં સુધી તમે જાણતા નથી કે તમે કેટલા મજબૂત છો. કાં તો લડો, કાં તો મરી જાઓ. મારામાં મરવાની હિંમત નહોતી, તેથી મેં લડવાનું પસંદ કર્યું હતું.”
ઉર્ફીએ અગાઉ પણ તેના સંઘર્ષભર્યા ભૂતકાળ દરમિયાન કાસ્ટિંગ કાઉચનો સામનો કરવાનો ખુલાસો કર્યો હતો. નેટીઝન્સે ઉર્ફીને પોતાના માટે ઊભા રહેવાની હિંમત બદલ બિરદાવી છે. YouTube પર વાયરલ થઇ રહેલા આ ઇન્ટરવ્યુ પર કમેન્ટ બોક્સમાં નેટિઝન્સ અભિનેત્રીને હિંમતને બિરદાવી રહયા છે.
ઉર્ફી જાવેદ ‘બિગ બોસ ઓટીટી’માં સૌથી વિવાદાસ્પદ સ્પર્ધકોમાંની એક હતી. આ પૂર્વે, તેણી બેપનાહ, બડે ભૈયા કી દુલ્હનિયા, કસૌટી જીંદગી કી, યે હૈ આશિકી વગેરે લોકપ્રિય ઇન્ડિયન ડેઈલી સોપ્સમાં પણ જોવા મળી છે.