‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ફિલ્મને આજે સમગ્ર ભારતમાંથી અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. આ ફિલ્મ આતંકવાદની ચરમસીમા દરમિયાન કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી હિન્દુ પંડિતોની હિજરત પર આધારિત છે. વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે પેન્ડેમિક એરા સુધીમાં વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે. અમે તમને જણાવી દઈએ કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે રૂ. 200 કરૉડથી પણ વધુ કમાણી કરી ચુકી છે અને હજુ પણ લોકોનો સિનેમાઘરો તરફ આ ફિલ્મ જોવા માટે અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે.
એવું લાગે છે કે વિવાદો અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) જાણે એકબીજાનો હવે પર્યાય બની ચુક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ ચુક્યા છે. અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (NCR) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત જાહેર કરવાની દિલ્હી ભાજપના ધારાસભ્યોની માગનો ટ્વીટર પર જવાબ આપતાં તેમને નેટિઝન્સ સોશિયલ મીડિયામાં ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.
BJP wants #TheKashmirFiles to be tax free.
Why not ask @vivekagnihotri to upload the whole movie on YouTube for FREE?
-CM @ArvindKejriwal pic.twitter.com/gXsxLmIZ09
— AAP (@AamAadmiParty) March 24, 2022
અમે તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલને દિલ્હી ભાજપના ધારાસભ્યોએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને NCRમાં કરમુક્ત કરવાની માંગણી કરી હતી. જેના વળતા પ્રહારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, “તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત બનાવવી જોઈએ. તે સારું જ છે. તેને યુટ્યુબ પર ફ્રીમાં અપલોડ કરવી જોઈએ. તમે અમને આ ફિલ્મને કરમુક્ત બનાવવાનું કેમ કહી રહ્યા છો. જો તમે આટલા જ ઉત્સુક છો, તો વિવેક અગ્નિહોત્રીને યુટ્યુબ પર ફ્રીમાં મૂકવા માટે કહો, જેથી દરેક વ્યક્તિ તેને જોઈ શકશે.”
Delhi CM @ArvindKejriwal asks @vivekagnihotri to upload #KashmirFiles on YouTube .. Why tax concessions ..? That doesn’t applies for other films .. Shame on you Ad CM …. Shame . pic.twitter.com/AgJFkh8orx
— B L Santhosh (@blsanthosh) March 24, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, ગોવા, હરિયાણા, ગુજરાત અને ઉત્તરાખંડ સહિત મોટાભાગના ભાજપ શાસિત રાજ્યોમાં આ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણીઓનો જવાબ આપતા, ભાજપના નેતા બીએલ સંતોષે જણાવ્યું કે, દિલ્હીના મુખ્યપ્રધાને અગાઉ ‘નીલ બટ્ટે સન્નાટા’ અને ‘સાંઢ કી આંખ’ આ ફિલ્મોને કરમુક્ત જાહેર કરી હતી અને લોકોને તે જોવા વિનંતી પણ કરી હતી.
તેમણે આગળ ટ્વીટ કરીને જણાવ્યું કે, ”દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિવેક અગ્નિહોત્રીને યુટ્યુબ પર ધ કાશ્મીર ફાઇલ્સ અપલોડ કરવા કહે છે.. ટેક્સમાં છૂટ શા માટે ..? તે અન્ય ફિલ્મો માટે લાગુ પડતી નથી.. શેમ ઓન યુ સીએમ.” આ ટ્વીટ હાલમાં ટ્વીટર પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને સમગ્ર ભારતમાં CRPF કવર સાથે ‘Y’ શ્રેણી સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 11/03/2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફિલ્મની ભારતભરમાં અત્યારે ખુબ જ પ્રશંશા થઇ રહી છે. જો કે, નેટિઝન્સમાં અત્યારે એવો સવાલ ઉઠી રહ્યો છે કે, શું આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ ‘RRR’ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો રેકોર્ડ તોડી શકવામાં સફળ થઇ શકશે ખરા ??
આ પણ વાંચો – ધ કાશ્મીર ફાઇલ્સ જોયા બાદ મહિલાએ પોતાના લોહીથી બનાવ્યુ પોસ્ટર, વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર દ્વારા શેર કરી તસવીર
Published On - 5:34 pm, Fri, 25 March 22