આ મોટા સ્ટાર્સના સંતાનોને ભાગ્યે જ તમે ઓળખતા હશો, જાણો તેમના વિશે અને જુઓ તસ્વીરો
બોલીવૂડ સ્ટાર્સ કીડના ચર્ચા અને અહેવાલો ખુબ આવતા રહે છે. પરંતુ આજે તમને એવા સ્ટાર્સ કિડ્સ વિશે જણાવશું જેમનું નામ પણ ભાગ્યે જોવા મળે છે. જ્યારે તેમના માતા પિતા ખુબ મોટા સ્ટાર્સ છે.
1 / 8
ડેવિડ ધવનના દીકરા વરુણ ધવનને સૌ ઓળખે છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે વરુણને એક ભાઈ પણ છે. વરુણનો આ મોટો ભાઈ રોહિત ધવન સ્ક્રીનરાઈટર છે. અને હિન્દી સિનેમા માટે લખે છે.
2 / 8
દિશાની ચક્રવર્તીનો જન્મ 24 ઓક્ટોબરે મુંબઈમાં થયો હતો. તે એક લોકપ્રિય ઈન્ટરનેટ સેલિબ્રિટી છે. તે પ્રખ્યાત બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી અને તેની બીજી પત્ની યોગીતા બાલીની પુત્રી છે.
3 / 8
કરીનાના દીકરા તૈમુર વિશે ખુબ ચર્ચા થતી રહે છે પરંતુ ક્યારેય જેની ચર્ચા થતી નથી તે નામ છે સમાઈરા કપૂર (Samaira Kapoor). સમાઈરા કરિશ્મા કપૂરની દીકરી છે.
4 / 8
આર્યમાન દેઓલનો જન્મ 2001 માં જટ શીખ પરિવાર બોબી દેઓલ અને તાન્યા દેઓલના ઘરે થયો હતો. આર્યમાન પણ લાઇમલાઇટથી દુર રહે છે.
5 / 8
ઇશાન સૂદ અને અયાન સૂદ બંને સોનુ સૂદના દીકરાઓ છે. જેમાં ઇશાન મોટો દીકરો છે જ્યારે તેનો નાનો ભાઈ અયાન સૂદ છે.
6 / 8
શાક્યા અખ્તર બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તર અને અધુના ભાબિનાની મોટી પુત્રી છે. તેમની નાની દીકરીનું નામ અકીરા અખ્તર છે. ફરહાનની તાજેતરમાં આવેલી ફિલ્મ તૂફાન માટે ખુબ ચર્ચા થઇ રહી છે.
7 / 8
2003 માં જન્મેલી ન્યાસા દેવગન અજય દેવગણ અને કાજોલની પુત્રી છે. તે પણ લાઇમલાઇટથી ઘણી દુર રહે છે.
8 / 8
આરવ કુમાર ભાટિયાનો જન્મ વર્ષ 2002 માં મુંબઈમાં થયો હતો. તે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર છે. તે 4 વર્ષની ઉંમરથી માર્શલ આર્ટમાં છે.