OMG: Undertaker સાથે થશે Akshay Kumar ની ફાઇટ! WWE એ શેર કરી આ પોસ્ટ, જુઓ

તાજેતરમાં અક્ષય કુમારે એક પોસ્ટ કરી હતી જેમાં અંડરટેકરે અક્ષયને સાચી ફાઈટ માટે ચેલેન્જ આપી હતી . ત્યાર બાદ ટે ચેલેન્જ પર અક્ષયે આપેલો જવાબ હવે વાયરલ થઇ રહ્યો છે.

OMG: Undertaker સાથે થશે Akshay Kumar ની ફાઇટ! WWE એ શેર કરી આ પોસ્ટ, જુઓ
Undertaker - Akshyak Kumar
| Updated on: Jun 19, 2021 | 1:08 PM

બોલીવુડના ખેલાડી આજકાલ ખુબ ચર્ચામાં જોવા મળે છે. તાજેતરમાં તેઓ દેશની આર્મીના જવાનોને મળવા પહોંચ્યા હતા. હવે અક્ષય અને WWE ના ધ અંડરટેકર (Undertaker)ને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઇ રહી છે. જી હા તમને ખ્યાલ જ હશે અક્ષયે તેની ફિલ્મ ‘ખિલાડીયો કા ખિલાડી’માં અંડરટેકર સાથે ફાઈટ કરી હતી અને તેને હરાવ્યો પણ હતો.

જો કે આ વખતે અક્ષય કુમારે મજેદાર અંદાજમાં અંડરટેકરની પોસ્ટ પર જવાબ આપ્યો છે. જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. અને ફેન્સ સતત તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અંડરટેકરે ફાઈટ માટે આપી ચેલેન્જ

તાજેતરમાં જ ફિલ્મ ખિલાડીયો કા ખિલાડીના 25 વર્ષ પૂરા થવા પર એક પોસ્ટમાં અક્ષય કુમારે કહ્યું હતું કે હકીકતમાં આ ફિલ્મમાં તેની લડાઈ અસલી અંડરટેકર સાથે નહોતી થઇ. આ ફિલ્મમાં અક્ષયના ફાઇટ સીન્સનું શૂટિંગ બેન લી સાથે કરવામાં આવ્યું હતું જેણે અંડરટેકરની ભૂમિકા ભજવી હતી. અક્ષયના આ ટ્વિટ બાદ હવે અસલી અંડરટેકરે તેને ઓરિજીનલ ફાઈટ માટે આમંત્રણ આપ્યું હતું. અંડરટેકર લખ્યું કે, ‘તમે ઓરિજીનલ મેચ માટે ક્યારે તૈયાર છો તે મને જણાવો.’

અક્ષય કુમારનો મજેદાર અંદાજ

અક્ષય કુમારે અન્ડરટેકરની આ કોમેન્ટ પર ખૂબ રમૂજી ખુબ રમુજી જવાબ પણ આપ્યો છે. અક્ષયે લખ્યું કે “ભાઈ, મને પહેલા મારો વીમો ચેક કરી લેવા દો, પછી જણાવું છું.” WWE એ આ કોમેન્ટને પણ પોતાના પેજ પર શેર કરી છે.

બોલીવુડના ખેલાડીનો આ અંદાજ સૌને પસંદ આવી રહ્યો છે. લોકો અક્ષયના આ જવાબ પર ખુબ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: મિત્રતાની મિસાલ: 230KM ટ્રેનનો પીછો કરી મિત્રની બહેનને બચાવી, અપહરણ કરીને લઇ ગયા હતા ગુંડા

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે કરી શકે છે મહત્વપૂર્ણ બેઠક, આ રહેશે Agenda