1 / 5
ટ્વિંકલ ખન્ના ભૂતપૂર્વ એક્ટ્રેસ ઇન્ટિરિયર ડિઝાઇનર, ફિલ્મ પ્રોડ્યુસર અને લેખક છે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા જેવા મોટા સ્ટાર્સ અને પ્રતિભાશાળી કલાકારોની પુત્રી હોવા છતાં, ટ્વિંકલ હિન્દી સિનેમામાં કંઈ ખાસ કરી શકી ના હતી. ટ્વિંકલે પોતાના કરિયરની શરૂઆત એક્ટ્રેસ તરીકે કરી હતી. તેણે બરસાત ફિલ્મથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ટ્વિંકલનું કામ પણ પસંદ કરવામાં આવ્યું હતું.