ટીવી સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ

કંગના રનૌત, બેબાક રીતે બોલવાનાં કારણે ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે . તે તેમની આ બોલ્ડ શૈલી અને વિવાદિત ટિપ્પણીઓને કારણે તે ઘણી વખત લોકોના નિશાના પર રહી છે.

ટીવી સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ
Kangana Ranaut, Rangoli Chandel, Karan Patel
| Edited By: | Updated on: May 06, 2021 | 12:39 PM

ટીવી સીરિયલ સ્ટાર કરણ પટેલે તાજેતરમાં કંગના રનૌતની ટ્વિટની મજાક ઉડાવી હતી જેમાં તેમણે ઓક્સિજન અંગે ટીએમસી નેતાઓ અને મમતા બેનર્જી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. કરણ પટેલે ઇન્સ્ટા સ્ટોરી પર કંગનાનું ટ્વિટ શેર કરતા લખ્યું છે કે દેશે આ મહિલા દ્વારા બેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડિયન પેદા કર્યો છે. સોશિયલ મીડિયા પર કરણ પટેલની આ ટિપ્પણી ખૂબ વાયરલ થઈ છે, હવે કંગનાની બહેન રંગોલી ચંદેલે કરણના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટીવી સ્ટારને ધરતીનો બોજ ગણાવ્યો છે.

રંગોલી ચંદેલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી કરણની ઇન્સ્ટા સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું છે કે, તમે આ દુનિયાના સૌથી નિઠલ્લે વ્યક્તિ છો, જેમનું પાસે કોઈ કામ નથી, જેમણે પર્યાવરણ માટે કશું જ કર્યું નથી અને પૃથ્વી પર ફક્ત એક ભાર છો. થોડાક તો સુધરી જાવ. ‘કરણ પર કરવામાં આવેલી રંગોલી ચંદેલના પલટવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

કંગનાનું ટ્વીટ

બધાં જાણે છે કે અભિનેત્રી કંગના રનૌત, બેબાક રીતે બોલવાનાં કારણે ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે . તે તેમની આ બોલ્ડ શૈલી અને વિવાદિત ટિપ્પણીઓને કારણે તે ઘણી વખત લોકોના નિશાના પર રહી છે. તાજેતરમાં કંગનાએ લોકોને વૃક્ષારોપણની અપીલ કરી હતી અને ટ્વિટ કર્યું હતું કે દરેક જણ મોટા પ્રમાણમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવી રહ્યા છે, ટન ઉપર ટન ઓક્સિજન સિલિન્ડર મળી રહ્યા છે. આપણે પર્યાવરણમાંથી બળજબરીથી ખેંચાતા તમામ ઓક્સિજનની ભરપાઈ કેવી રીતે કરીશું? લાગે છે કે આપણે આપણી ભૂલોથી કશું જ શીખ્યા નથી અને આ જ વિચારો આજે મુશ્કેલી લાવી રહ્યા છે. વૃક્ષો જરુર લગાવો.

 

કરણે કંગનાને કહ્યું હતું બેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડિયન

કંગનાનું, આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયું, કેટલાક લોકોને આ ટ્વીટ ગમ્યું અને કેટલાક લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ટ્રોલ કરવા વાળાની લિસ્ટમાં કરણ પટેલનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે, જેમણે કંગનાના ટ્વિટની મજાક ઉડાવી હતી અને અભિનેત્રીને બેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડિયન ગણાવી હતી.

કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ

માહિતી માટે જણાવીએ કે હવે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેના કારણે તે સતત ચર્ચામાં રહે છે. કંગના છેલ્લા કેટલાક દિવસોથી બંગાળની ચૂંટણી પર પોતાની બયાનબાજીને લઈ ચર્ચામાં રહી. બંગાળ ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ કંગનાએ મમતા બેનર્જી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

લોકોએ તેમના ટ્વિટને હિંસાને ઉત્તેજન આપવા પર ગણાવીને તેમનું ખાતું બંધ કરવા માટે માગ શરૂ કરી દીધી હતી. અભિનેત્રી પ્રત્યે વધી રહેલા લોકોનો રોષ જોઈને હવે તેમનું ટ્વિટર એકાઉન્ટ સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.