ટીવી એક્ટર Arjun Bijlani થયો કોરોના સંક્રમિત, વીડિયો શેર કરીને ફેન્સને આપ્યો આ મેસેજ

અર્જુન બિજલાણી શુક્રવારે કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. આ જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. અર્જુને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે.

ટીવી એક્ટર Arjun Bijlani થયો કોરોના સંક્રમિત, વીડિયો શેર કરીને ફેન્સને આપ્યો આ મેસેજ
TV actor Arjun Bijlani Infected Corona
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:36 PM

Corona Virus ની બીજી લહેર પસાર થયા બાદ વાતાવરણ થોડુ સામાન્ય બન્યુ હતુ પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડની અનેક હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી પણ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. નકુલ મેહતા (Nakul  mehta) બાદ હવે ટીવી એક્ટર અર્જુન બિજલાની પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેણે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. તેણે ખૂબ જ હળવા મૂડમાં પોતાનો એક વીડિયો શેર કરીને કોરોના પોઝિટિવ હોવા અંગેની માહિતી આપી છે

અર્જુન બિજલાણી શુક્રવારે કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. આ જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી આપી છે. અર્જુને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ‘એક મૈં હું ઔર એક તુ’ ગીત ઉમેરવામાં આવ્યું છે. આ વીડિયોમાં અર્જુન કેટલાક પહાડી મેદાનોમાં જોવા મળે છે. જોકે અર્જુને પોતે હોમ આઈસોલેશનમાં હોવાનું જણાવ્યું છે

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા અર્જુને કેપ્શનમાં લખ્યું, ” જ્યારે તમે જાણો છો કે તમે પોઝિટિવ છો, ત્યારે કોરોના તમારા માટે આવું ગીત ગાય છે અને તમારી અભિવ્યક્તિ આવી જ કઇંક રહે છે. મને હળવા લક્ષણો છે, હું મારા રૂમમાં અલગ છું, મારી સારી સંભાળ રાખું છું. મારા માટે  પ્રાર્થના કરો. કૃપા કરીને ખૂબ કાળજી રાખો અને માસ્કનો ઉપયોગ કરો. ભગવાન દરેકનું ભલું કરે.” તેણે આ માહિતી પોસ્ટ કરતાની સાથે જ તેના ચાહકો અને મિત્રો તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા.

ટીવી સીરિયલમાં તેની સાથે કામ કરી ચુકેલી મૌની રોયે કોમેન્ટમાં લખ્યું છે કે  તમારું ધ્યાન રાખો. પિયા વાલેચાએ લખ્યું છે કે  તમારી સંભાળ રાખો અને જલ્દી સ્વસ્થ થાઓ, તાજીન દત્તા અને નવીનાએ પણ તેમને પોતાનું ધ્યાન રાખવા કહ્યું છે. તેની આ પોસ્ટ પર તેના ઘણા કો-સ્ટાર્સની કોમેન્ટ્સ સતત આવી રહી છે.

આ પણ વાંચો –

Maharashtra: પ્રિન્ટેડ પેપરમાં ખોરાક આપવા પર પ્રતિબંધ, FDAએ કહ્યું – ઝેરી હોય છે શાહી; કેન્સર પણ થઈ શકે છે

આ પણ વાંચો –

Manipur Assembly Election 2022: કોંગ્રેસનો 10 વર્ષ સુધી રહ્યો ખુન્દ્રાકપામ વિધાનસભા બેઠક પર કબજો, હેટ્રિક લગાવવાની કવાયત

Published On - 10:33 pm, Fri, 24 December 21