કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ના જીવન પર આધારિત એમેઝોન ઓરિજિનલ ફિલ્મ શેરશાહ (Shershaah) સમગ્ર વિશ્વમાં દરેકનું દિલ જીતી રહી છે. આ ફિલ્મ 1999 ના કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ઉર્ફે શેરશાહના નિસ્વાર્થ બલિદાનને સલામ કરે છે જે ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમની બહાદુરી અને હિંમત છેલ્લા 22 વર્ષથી આપણા સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપતી રહે છે.
એમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon Prime Video) એ ‘શેરશાહ કી દાસ્તાન’ નામનો હૃદયસ્પર્શી વિડીયો બહાર પાડ્યો, જેમાં કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) અને તમામ બહાદુર આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેઓ આપણી અને આપણી ધરતીની રક્ષા માટે અથાક સંઘર્ષ કરે છે. વીડિયોમાં, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) આત્માને હલાવી દે તેવી કવિતામાં કેપ્ટન વિક્રમ બત્રાની યાત્રાનું વર્ણન કરતા જોઈ શકાય છે જે તમારા હૃદયને પીગાળી દેશે.
વિષ્ણુ વર્ધન દ્વારા નિર્દેશિત, શેરશાહ કેપ્ટન વિક્રમ બત્રા (પીવીસી) ના જીવનથી પ્રેરિત છે અને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. ધર્મા પ્રોડક્શન્સ અને કાશ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત, શેરશાહ હવે એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમિંગ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાના કામની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં સિદ્ધાર્થે વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. કિયારા અડવાણીએ પણ ડિમ્પલનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.
મળી ઉત્તમ રેટિંગ
IMDB પર ફિલ્મને 8 રેટિંગ મળી છે જે એકદમ શાનદાર છે અને લાંબા સમય પછી કોઈપણ ફિલ્મને આટલું સારું રેટિંગ મળ્યું છે. ફિલ્મના આ અદ્ભુત પ્રતિભાવથી સિદ્ધાર્થ ખૂબ જ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર દરેકનો આભાર માનીને અને ફિલ્મનું રેટિંગ ચાહકો સાથે શેર કરતાં તેમણે લખ્યું કે, આજે હું વિશ્વની ટોચ પર અનુભવું છું. આજે હું જે અનુભવું છું તેના માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. તમારા બધાના પ્રેમ અને સપોર્ટને કારણે, આજે મને અને ફિલ્મને આ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ મારા માટે ખાસ બનાવવા બદલ આપ સૌનો આભાર.
આ પણ વાંચો :- Birthday બાદ પતિ ઝૈદ સાથે ફરવા નીકળી ગૌહર ખાન, એરપોર્ટ પર બતાવ્યો સ્વેગ
આ પણ વાંચો :- Spotted : ઓફ વ્હાઇટ સૂટ પહેરીને જીમમાં પહોંચી સારા અલી ખાન, ટ્રેનર નમ્રતા સાથે મજેદાર સ્ટાઇલમાં જોવા મળી