કરવા ચોથ પર લખાયા છે બોલિવુડના એકથી એક જબરદસ્ત ગીત, સલમાન અને એશ્વર્યાનું આ ગીત તો આજે પણ છે ફેવરિટ, વીડિયો

કરવા ચોથનો તહેવાર પરણિત મહિલાઓમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારને ફિલ્મી પડદા પર પણ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે અને આ ફેસ્ટિવલ માટે ખાસ કરીને ઘણા ફિલ્મી ગીતો બનાવવામાં આવ્યા છે. આજે અમે અમારા વાચકોને એવા જ કેટલાક ફિલ્મી ગીતો વિશે જણાવી રહ્યા છીએ જે ખાસ કરીને કરવા ચોથના તહેવાર પર છે.

કરવા ચોથ પર લખાયા છે બોલિવુડના એકથી એક જબરદસ્ત ગીત, સલમાન અને એશ્વર્યાનું આ ગીત તો આજે પણ છે ફેવરિટ, વીડિયો
Top Bollywood songs on Karva Chauth
| Edited By: | Updated on: Oct 31, 2023 | 4:55 PM

દેશભરની પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવા માટે 1 લી નવેમ્બરને બુધવારે કરવા ચોથનો ઉપવાસ કરી રહી છે. ડ્રેસિંગથી લઈને સરગીનો આનંદ માણવા સુધી, પરિણીત મહિલાઓ આ તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડતી નથી. જે મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે તે સવારથી સાંજ સુધી ભોજન કે પાણી પીતી નથી. ત્યારપછી સાંજે પરિણીત મહિલાઓ પોતાના પતિનું મુખ અને ચંદ્ર જોઈને જ ઉપવાસ તોડે છે.

પ્રેમ અને ખુશીઓથી ભરેલા આ તહેવારની ઉજવણીમાં બોલિવૂડ પણ પાછળ નથી. દિવાળી અને હોળીની જેમ બોલિવૂડ ફિલ્મોમાં પણ કરવા ચોથ માટે ઘણા સુપરહિટ ગીતો બનાવવામાં આવ્યા છે. આવો અમે તમને જણાવી એ ગીતો વીશે.

1993ની ફિલ્મ સૈનિકનું ગીત ‘હૈ મેરી સાંસોં મેં મેરે પિયા’ ખાસ કરીને કરાવા ચોથના તહેવાર પર બનાવામાં આવેલુ ગીત છે. આ ગીતને દર્શકોમાં ઘણું પસંદ કરવામાં આવ્યું હતું અને આજે પણ આ ગીત દર્શકોમાં ખૂબ જ પ્રેમથી સાંભળવામાં આવે છે.

શાહરૂખ ખાન અને કાજોલની બ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું પ્રખ્યાત ગીત ઘર આજા પરદેશી તેરા દેશ બુલાયે રે ખાસ કરવા ચોથ પર ફિલ્માવવામાં આવ્યું છે. ફિલ્મની સાથે આ ગીતને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.

ઐશ્વર્યા રાય, સલમાન ખાન અને અજય દેવગન અભિનીત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું હિટ ગીત ‘ચાંદ ચુપા બાદલ મેં’ પણ કરવા ચોથ પર શૂટ કરવામાં આવ્યું છે. પ્રેક્ષકોને આ ગીત ઘણું પસંદ આવે છે અને આ ગીત વારંવાર કરવા ચોથના અવસરે ક્યાંકને ક્યાંક સાંભળવા મળે છે.

 

આ બધા સિવાય ઘુંઘટ મેં ચાંદ હોગા, આજ હૈ કરવા ચોથ સખી, આશિક આવારા વગેરે જેવા ઘણા ગીતો છે, સહિત અનેક ગીતો કરવા ચોથ પર બનાવવામાં આવ્યા છે.