
રવિના ટંડન લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળશે. રવિના ફેમસ ફિલ્મ KGF ના બીજા ભાગમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે.

પ્રતિભાશાળી સ્ટાર તાપસી પન્નુ ડિરેક્ટર સ્વરૂપ RSJ સાથે ટોલીવુડ ફિલ્મ મિશન ઈમ્પોસિબલ (Mishan Impossible) કામ કરશે.

કબીર સિંહ સ્ટાર કિયારા અડવાણી શંકરની ફિલ્મમાં રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરશે, જેનું નિર્માણ દિલ રાજુ કરશે.

કૃતિ સેનાન હાલમાં આદિપુરુષનું શૂટિંગ કરી રહી છે, જેમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને સની સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન તાનાજીના ડિરેક્ટર ઓમ રાઉતે કરી રહ્યા છે.