ચિરંજીવીનો ભાણીયો અને ફેમસ અભિનેતા સાઈ ધરમ માર્ગ અકસ્માતમાં ઘાયલ, વિડીયો થયો વાયરલ

ટોલીવુડ અભિનેતા સાંઈ ધરમ તેજ ચિરંજીવીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ચિરંજીવીના ભાણીયા છે. તેમનું અકસ્માત થતા પરિવારના લોકો દોડીને હોસ્પિટલ આવ્યા હતા.

ચિરંજીવીનો ભાણીયો અને ફેમસ અભિનેતા સાઈ ધરમ માર્ગ અકસ્માતમાં ઘાયલ, વિડીયો થયો વાયરલ
Tollywood actor Sai Dharam Tej injured in road accident, Video goes viral
| Edited By: | Updated on: Sep 11, 2021 | 11:00 AM

ટોલીવૂડ અભિનેતા સાંઈ ધરમ તેજ (Tollywood actor Sai Dharam Tej) શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ અભિનેતા ચિરંજીવીનો ભાણિયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા રાયદુર્ગમ કેબલ બ્રિજ પરથી પોતાની 18 લાખ 1160 સીસીની સ્પોર્ટ્સ બાઇક પર આઇકીયા તરફ જઇ રહ્યો હતો, ત્યારે અચાનક તે લપસી ગયો અને પડી ગયો. તેમને બેભાન અવસ્થામાં મેડિકઓવર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને તેમની આંખો, છાતી અને પેટની નજીક ઈજાઓ થઈ હતી, પરંતુ હવે તેઓ હવે ખતરાથી બહાર છે.

બાદમાં તેને એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એપોલો હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે તે ખતરાથી બહાર છે. તેને માથા, કરોડરજ્જુ જેવા અંગોમાં કોઈ આંતરિક ઈજા થઈ નથી, પરંતુ તેમ છતાં તેને 48 કલાક સુધી વેન્ટિલેટર પર નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે તે જલ્દી સાજો થઈ જશે.

સાઈ ધરમ તેજ ચિરંજીવીના પરિવારનો છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે સારું હેલ્મેટ પહેર્યું હતું, જેના કારણે તેના માથામાં કોઈ ઈજા થઈ ન હતી. સાઈ ધરમ તેજ ચિરંજીવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ચિરંજીવીની બહેનનો પુત્ર છે. એટલે બંને વચ્ચે મામા-ભાણીયાનો સંબંધ છે. સાંઈ ધરમ તેજએ ટૂંકા સમયમાં ઘણું નામ કમાવ્યું છે. પ્રખ્યાત કલાકારો ચિરંજીવી, પવન કલ્યાણ, અલ્લુ અરવિંદ, નાગાબાબુ હોસ્પિટલ પહોંચ્યા છે.

આ દરમિયાન, સાંઈ ધરમ તેજની બાઇક દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે તે બહુ ઝડપથી બાઇક ચલાવતો ન હતો, પરંતુ અચાનક સંતુલન ગુમાવતા બાઇક સ્કીડ થઈ ગયું અને તે પડી ગયો.

મામા પવન કલ્યાણ અભિનેતાને મળવા માટે હોસ્પિટલ આવ્યા હતા

અકસ્માતની માહિતી મળતાં સાંઈના મામા અભિનેતા પવન કલ્યાણ અને અન્ય હસ્તીઓ હોસ્પિટલ પહોંચ્યા. સાયબરાબાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સાઈ ધરમ તેજ દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવીના ભત્રીજા છે. સાઈ અલ્લુ અર્જુન, રામ ચરણ, અલ્લુ શિરીષ અને વરુણ તેજના પિતરાઈ ભાઈ છે.

 

આ પણ વાંચો: કંગનાની ફિલ્મ ‘Thalaivii’ પર વિવાદ, AIADMK ના મોટા નેતાએ ફિલ્મના આ દ્રશ્યો પર ઉઠાવ્યા વાંધા

આ પણ વાંચો: Photos: સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝના છેલ્લા મ્યુઝિક વિડીયોની તસવીરો થઈ વાયરલ, જોઈને રડી પડ્યા ફેન્સ