ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન 8 વર્ષ પછી સ્ક્રીન શેર કરશે, ચાહકોમાં જોવા મળ્યો છે ભરપૂર ઉત્સાહ

|

Apr 22, 2022 | 11:40 PM

અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, આગામી તા. 29 એપ્રિલના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'હીરોપંતી 2'માં ટાઇગર શ્રોફ અભિનેત્રી તારા સુતારિયાની (Tara Sutariya) સામે જોવા મળશે.

ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન 8 વર્ષ પછી સ્ક્રીન શેર કરશે, ચાહકોમાં જોવા મળ્યો છે ભરપૂર ઉત્સાહ
Kriti Sanon & Tiger Shroff (File Photo)

Follow us on

ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને કૃતિ સેનન (Kriti Sanon), જેમણે ‘હીરોપંતી’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, તેઓ બંને 2014ની ફિલ્મ પછી પ્રથમ વખત તેની સિક્વલ ‘હીરોપંતી 2’માં (Heropanti 2 Film) એક ગીત માટે ફરી સાથે જોવા મળવાના છે. ટાઇગર અને કૃતિ, જેમની પ્રથમ ફિલ્મનું ગીત ‘વ્હિસલ બજા’ ખૂબ જ હિટ રહ્યું હતું, તેઓ બંનેએ ફરી એકવાર સાથે પરફોર્મ કર્યું છે. આ ગીતના રીમિક્સ સાથે તેના હૂક સ્ટેપનું નવું વર્ઝન છે જેને ‘વ્હિસલ બજા 2.0’ સાથે રીલિઝ થવાનું છે. ટાઈગરે આજે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના નવા ગીતની લિંક શેર કરી અને લખ્યું કે, “હું અને @કૃતિસેનન કે નાલ વ્હિસલ બજા #WhistleBaja 2.0 સાથે મારા ગ્રુપમાં પાછા આવી ગયા છે”.

ટાઇગર અને કૃતિ સેનને આજથી લગભગ 8 વર્ષ પહેલા ડેબ્યુ કર્યા બાદ આ પહેલીવાર છે જ્યારે ટાઇગર અને કૃતિ સિલ્વર સ્ક્રીન પર ફરી સાથે દેખાયા છે. આ ગીતના વિડિયોમાં, ટાઇગરને રંગબેરંગી સિક્વિન જેકેટમાં કેટલાક પ્રભાવશાળી ડાન્સ મૂવ્સ, કૃતિ સેનનને વાદળી પોશાક પહેરેલી જોઈ શકાય છે. ત્યારબાદ ટાઇગર અને કૃતિ ડાન્સ ફ્લોર પર એકસાથે ડાન્સ કરતા અને હૂક સ્ટેપનું નવું વર્ઝન કરતા જોવા મળી રહયા છે.

ટાઇગર 8 વર્ષ પછી કૃતિ સેનન સાથે દેખાશે

આ ગીત એ આર રહેમાને કમ્પોઝ કર્યું છે અને મીકા સિંહ અને નીતિ મોહને ગાયું છે. ગીતના બોલ એટલે કે શબ્દો મહેબૂબે લખ્યા છે. મૂળ ગીત ‘વ્હિસલ બજા’ મંજર મ્યુઝિક, નિંદી કૌર અને રફ્તાર દ્વારા ગવાયું હતું અને શબ્દો પણ રફ્તાર દ્વારા લખવામાં આવ્યા હતા.

લાંબા સમય પછી ટાઈગર અને કૃતિને એકસાથે જોયા પછી, ચાહકોની જૂની યાદો ફરી યાદ આવી છે. તેઓએ કહ્યું કે તેઓ ફરીથી તેમનો જાદુ જોવા માટે રાહ જોઈ શકતા નથી. એક યુઝરે લખ્યું કે, “આ ગીત મારા માટે ઘણું મેટર કરે છે અને આ ગીત મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મારા માટે સૌથી ખાસ ગીત રહેશે..! જયારે એક યુઝરે લખ્યું કે, ”આ #કૃતિગર સાથે પાછા આવવા બદલ આભાર. માસ્ટરપીસ.”

એક બીજાએ લખ્યું કે, “માય ગોડ, આ બંને 8 વર્ષ પછી ફરી એક સાથે આવ્યા છે અને અમે તેમને આ વર્ષે ડિસેમ્બરમાં સ્ક્રીન સ્પેસ શેર કરતા જોઈશું, સુપર ડુપર ઉત્સાહિત. આ 2.0 છે.”

‘હીરોપંતી 2’નું નવું ગીત ‘વ્હિસલ બજા 2.0’ અહીં જુઓ

અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આગામી તા. 29 એપ્રિલના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘હીરોપંતી 2’માં ટાઇગર તારા સુતારિયાની સામે જોવા મળશે. દરમિયાન, તે વિકાસ બહલ દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ ‘ગણપથ’માં કૃતિ સેનન સાથે પણ અભિનય કરતો જોવા મળશે.

શું તમે ટાઇગર શ્રોફ અને કૃતિ સૅનનના આ ન્યુ સોંગ પર ડાન્સ કરવા માટે તૈયાર છો ?? નીચે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો ……

આ પણ વાંચો – શું વિજય દેવરાકોંડા માઈક ટાયસનને ‘Liger’ના પ્રમોશનમાંથી હટાવશે?? જુઓ ફાઈટનો વાયરલ વીડિયો

 

Published On - 11:34 pm, Fri, 22 April 22

Next Article