1200 કિમી દૂરથી સાયકલ ચલાવીને Sonu Soodને મળવા પહોંચ્યો આ વ્યક્તિ, અભિનેતાએ કર્યું આ શૈલીમાં સ્વાગત

|

Jul 16, 2021 | 11:14 PM

કોરોનાની બીજી લહેરની વચ્ચે સોનુ સૂદે દેશમાં ઘણા સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની વાત કરી હતી. જે બાદ અભિનેતાએ પણ પોતાના વચનો પૂરા કરવાનું કામ શરૂ કરી દીધું છે.

1200 કિમી દૂરથી સાયકલ ચલાવીને Sonu Soodને મળવા પહોંચ્યો આ વ્યક્તિ, અભિનેતાએ કર્યું આ શૈલીમાં સ્વાગત
Sonu Sood

Follow us on

બોલીવુડના અભિનેતા સોનુ સૂદે (Sonu Sood) લોકડાઉનમાં લોકોની ખુબ મદદ કરી છે. જ્યાં હવે તેમના ચાહકો તેમને ભગવાનની જેમ પુજવા લાગ્યા છે. લોકોની વચ્ચે તેમનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યાં આજે એક વ્યક્તિ 1,200 કિ.મી સાયકલ ચલાવીને અભિનેતાને મળવા માટે મુંબઈ પહોંચ્યો હતો. આ વ્યક્તિને તેની સાયકલ પર સોનુ સૂદનો એક મોટો ફોટો લગાવ્યો છે. આ વ્યક્તિ સોનુ સૂદ પાસે ઘણા ફૂલો અને માળા લઈને પહોંચ્યો હતો. જે તેણે સોનુને તેના વતી ભેટ કર્યાં.

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

આ વીડિયો જોઈને ખબર પડે છે કે સોનુ સૂદે હજી પણ તેની મદદની પ્રક્રિયા બંધ કરી નથી. જ્યાં તે સતત લોકોની મદદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો દૂર-દૂરથી તેમને મળવા માટે આવતા હોય છે. આ વ્યક્તિને સોનુ સૂદ જોતાંની સાથે જ તેઓ ખૂબ ભાવુક થઈ ગયા. સાયકલ ઉપર આવનાર આ વ્યક્તિએ ચપ્પલ પણ નહોતા પહેર્યા. આ જોઈને સોનુ સૂદે આ વ્યક્તિ માટે નવી ચપ્પલની વ્યવસ્થા કરી. સોનુને મળ્યા પછી આ વ્યક્તિએ તેમના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા, પરંતુ અહીં સોનુ સૂદે જાતે જ તેને માળા પહેરાવી અને કહ્યું કે આ બધુ કરવાની જરૂર નથી.

 

સોનુએ હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. સોનુ સૂદને મળવા માટે લોકો ઘણા કિલોમીટરથી સતત ચાલીને આવી રહ્યા છે. અગાઉ એક વ્યક્તિ અભિનેતાને મળવા 700 કિમીની યાત્રા કરીને આવ્યો હતો.

 

 

 

કોરોનાની બીજી લહેરની વચ્ચે સોનુ સૂદે દેશમાં ઘણા સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની વાત કરી હતી. જે બાદ અભિનેતાએ પણ પોતાના વચનો પૂરા કરવાનું કામ શરૂ કરી દીધું છે. તાજેતરમાં સોનુ સૂદે આંધ્રપ્રદેશના નેલ્લોરમાં (Nellore) પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant) સ્થાપિત કર્યો છે. આ આખા પ્લાન્ટનું સેટઅપ ખુદ સોનુ સૂદ દ્વારા કરવામાં આવ્યું છે. અભિનેતાએ એક રક્ષકની જેમ દેશમાં લોકોની મદદ કરી છે, તેમણે તે પણ નથી જોયું કે કોણ અમીર છે અને કોણ ગરીબ છે. તેમણે માત્ર લોકોની ખૂબ મદદ કરી છે.

 

આ પણ વાંચો: શું Karan Joharના ડ્રીમ પ્રોજેક્ટ ‘તખ્ત’ પર લાગ્યું તાળુ? જોરદાર હતી આ ફિલ્મની સ્ટારકાસ્ટ

Next Article