તો આ ખાસ રીતે વિરાટ-અનુષ્કાએ ઉજવ્યો વામિકાનો 6th Month Birthday, જુઓ તસ્વીરો

11 જુલાઈના રોજ વિરાટ અનુષ્કાની દીકરી 6 મહિનાની થઇ. વામિકા 6 મહિનાની થતા વિરુષ્કાએ એક નાની ઉજવણી કરી. અને તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

તો આ ખાસ રીતે વિરાટ-અનુષ્કાએ ઉજવ્યો વામિકાનો 6th Month Birthday, જુઓ તસ્વીરો
Virat and anushka celebrated Vamika's 6th month birthday
| Edited By: | Updated on: Jul 12, 2021 | 9:58 AM

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) લાડકી દીકરી વામિકા 6 મહિનાની (Vamika 6th Month Birthday) થઇ ગઈ છે. 11 જાન્યુઆરીએ વામિકાનો જન્મ થયો હતો. 11 જુલાઈના રોજ વિરુષ્કાએ વામિકાનો જન્મદિન ઉજવ્યો. આ અવસર પર અનુષ્કા અને વિરાટે મળીને પાર્કમાં દીકરીનો જન્મદિન મનાવ્યો. વામિકા સાથે આ કપલે ખુબ મસ્તી કરી. અને એકદમ સુંદર તસ્વીરો પણ ક્લિક કરી.

વામિકાની ઝલક મળી જોવા

બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસ્વીરો અનુષ્કાએ પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીરો એટલી ક્યુટ હતી કે ફેન્સે લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો. આ તસ્વીરોમાં નાની પરીની થોડી ઝલક પણ જોવા મળી રહી છે.

તસ્વીરો થઇ વાયરલ

અનુષ્કા આ ફોટામાં પિકનિક મેટ પર સુતેલી જોવા મળી રહી છે. તેમજ વામિકા તેની ઉપર આરામ ફરમાવી રહી છે. અન્ય એક તસ્વીરમાં વિરાટ અને વામિકા જોવા મળી રહ્યા છે. વામિકાની વિરાટ છાતીએ લગાડીને સુવડાવી રહ્યા છે. ફોટા ખુબ જ સુંદર લાગી રહ્યા છે. ફેન્સ અને અન્ય સેલિબ્રિટીઓ વામિકા તેમજ વિરાટ અને અનુષ્કાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

અનુષ્કા થઇ ઈમોશનલ

આ તસ્વીરો સાથે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘તેની એક સ્માઈલ અમારી પૂરી દિનિયા બદલી શકે છે, હું આશા રાખું છું કે અમે બંને જે પ્રેમથી તું અમને જુએ છે તે પ્રેમથી જીવી શકીશું. નાની પરી ❤️. આપણે ત્રણેયને 6 મહિનાની શુભેચ્છાઓ.’ અનુષ્કાના આ ઈમોશનલ કેપ્શન પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જાહેર છે કે વામિકાની તસ્વીર જોવા માટે ફેન્સ ખુબ રાહ જોઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: ‘ભાઈ તું મુસ્લિમ છે?’, ઈરફાનના દીકરા બાબિલને એક યુઝરે પૂછ્યુ, આપ્યો આવો જોરદાર જવાબ

આ પણ વાંચો: Vicky Kaushal Net Worth: વિક્કી કૌશલની પાસે છે કરોડોની સંપત્તિ, જાણો કઈ કારના શોખીન છે અભિનેતા