કંઈક આ રીતે બર્થડે પર સલમાને કર્યું કેટરિનાને વિશ, ફેન્સે કહ્યું ‘હવે લગ્ન કરી લો’, જુઓ Viral Post

કેટરિના કેફે 16 જુલાઈએ પોતાનો 38મો જન્મદિન ઉજવ્યો. આ પ્રસંગે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાને એક સુંદર પોસ્ટ કરીને કેટને વિશ કર્યું હતું.

કંઈક આ રીતે બર્થડે પર સલમાને કર્યું કેટરિનાને વિશ, ફેન્સે કહ્યું હવે લગ્ન કરી લો, જુઓ Viral Post
This is how Salman Khan wished Katrina Kaif on her birthday
| Edited By: | Updated on: Jul 17, 2021 | 9:27 AM

બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં જેનું નામ આવે છે ટે કેટરિના કૈફનો (Katrina Kaif Birthday) ગઈકાલે એટલે જે 16 જુલાઈના રોજ જન્મદિન હતો. કેટરિના કૈફે પોતાનો 38 મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ દિવસે કેટરિનાને ઘણા ફેન્સે વિશ કર્યું. એટલું જ નહીં બોલીવૂડના અનેક સ્ટાર્સે કેટને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સેલિબ્રિટીના બહુ બધા વિશમાં લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાન ખાનની (Salaman Khan) પોસ્ટે. જી હા સલમાન ખાને કેટને પોતાની સ્ટાઈલમાં વિશ કર્યું હતું. જેના પર બાદમાં ફેન્સની કોમેન્ટ્સનો ઢગલો થઇ ગયો હતો.

સલમાને શેર કરી આ તસ્વીર

ફેન્સના ભાઈ અને બોલીવૂડની ધડકન સલમાન ખાને ઇન્સ્ટાના (Salaman Khan Insta Post) પોતાના એકાઉન્ટમાં એક તસ્વીર શર કરી હતી. આ તસ્વીરમાં કેટરિના અને સલમાન એકસાથે જોવા મળી રહ્યા છે. કેટ સલમાનના ગાલને ટચ કરી રહી છે. અને આ સુંદર તસ્વીર હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ પોસ્ટ સાથે સલમાને એક મેસેજ પણ લખ્યો છે. સલમાને લખ્યું કે ‘તમને શાનદાર જન્મદિનની શુભકામનાઓ કેટરિના! તમને જીવનમાં ખુબ પ્રેમ અને સમ્માન સાથે સ્વસ્થ, ધનવાન અને બુદ્ધિમાન જન્મદિન મળે. આ પોસ્ટ પર સલમાન ભાઈના ફેન્સ કોમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે.

આ રીતે કેટે ઉજવ્યો જન્મદિન

ફેન્સ આ પોસ્ટ પર કહી રહ્યા છે કે હવે લગ્ન કરી લો. તો કોઈ કહી રહ્યું છે બેસ્ટ કપલ એવર. આ પોસ્ટને કેટરિનાએ પોતાની સ્ટોરીમાં શેર કરીને સલમાનનો આભાર માન્યો છે. તેમજ કેટે પોતાના જન્મદિન પર એક ખુબ જ સુંદર તસ્વીર શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. આ તસ્વીર સાથે કેટે લાક્યું કે ‘બર્થડે, હંમેશા પ્રેમ આપવા માટે તમારા સૌનો આભાર.’

તમને જણાવી દઈએ કે સલમાન કેટરિનાની જોડી હીટ છે. અગાઉ પણ અનેક ફિલ્મમાં બંને સાથે જોવા મળેલા છે. હવે આ જોડી પોતાનો કમાલ ટાઈગર 3માં બતાવશે.

 

આ પણ વાંચો: Bhushan Kumar Rape Case: T-series એ કહ્યું આરોપ લગાવનારી મહિલા ભૂષણ પાસે માંગી રહી હતી પૈસા

આ પણ વાંચો: OMG! Dance Deewane 3 ના સ્ટેજ પર જ્યારે રેખાએ કહ્યું ‘અમિત મારો પ્રેમ છે’, જુઓ Viral Video

Published On - 9:08 am, Sat, 17 July 21