Web Series: આ અઠવાડિયે OTT પર મળશે ધમાકેદાર મનોરંજન, જાણો કઇ કઇ સીરીઝ થઇ રિલીઝ

|

Feb 04, 2022 | 9:54 PM

આ સપ્તાહના અંતે ઘરે બેસીને કંટાળવાને બદલે, તમે તમારી રજાઓ સાહસ અને રોમાન્સ સાથે વિતાવી શકો છો. ક્રાઈમ, ડ્રામા, રોમાન્સ અને થ્રિલર આધારિત કન્ટેન્ટ આગામી દિવસોમાં OTT પર જોવા મળશે.

Web Series: આ અઠવાડિયે OTT પર મળશે ધમાકેદાર મનોરંજન, જાણો કઇ કઇ સીરીઝ થઇ રિલીઝ
These web series are being released this week

Follow us on

કોરોનાને કારણે OTT પ્લેટફોર્મને મોટું પ્રોત્સાહન મળ્યું છે. દર અઠવાડિયે ઘણી ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થઈ રહી છે. આ અઠવાડિયે પણ ઘણી નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે. આ સપ્તાહના અંતે ઘરે બેસીને કંટાળવાને બદલે, તમે તમારી રજાઓ સાહસ અને રોમાન્સ સાથે વિતાવી શકો છો. ક્રાઈમ, ડ્રામા, રોમાન્સ અને થ્રિલર આધારિત કન્ટેન્ટ આગામી દિવસોમાં OTT પર જોવા મળશે.

ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડરઃ તિગ્માંશુ ધુલિયા દ્વારા નિર્દેશિત ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ વેબ સિરીઝમાં રિચા ચઢ્ઢા લીડ રોલમાં જોવા મળે છે. મર્ડર મિસ્ટ્રી સિરીઝમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળશે.

રોકેટ બોયઝ: સોની લિવ ઓરિજિનલ રોકેટ બોયઝ 4 ફેબ્રુઆરીના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ વેબ સિરીઝમાં ડૉ. હોમી જહાંગીર ભાભા અને વિક્રમ સારાભાઈની વાર્તા બતાવવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Sweet Magnolias 2: અંગ્રેજી વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 4 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવી છે. Sweet Magnolias 2 ની વાર્તા, નોવેલ વુડ્સ પર આધારિત વેબ સિરીઝ, ત્રણ મિત્રોની આસપાસ ફરતી દેખાય છે.

રીચર સીઝન 1: રીચરની સીઝન 1 એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલીઝ કરવામાં આવી છે. સીરીઝની વાર્તા લી ચાઇલ્ડના પુસ્તક કિલિંગ ફ્લોરમાંથી લેવામાં આવી છે. આ સીરીઝ 4 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ છે.

લૂપ લપેટાઃ તાપસી પન્નુની ફિલ્મ લૂપ લપેટા પણ નેટફ્લિક્સ પર 4 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મમાં લવસ્ટોરીને ફની ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે.

થ્રુ માય વિન્ડોઃ પ્રેમ અને સંબંધોની આસપાસ ફરતી વાર્તા અંગ્રેજી ફિલ્મ થ્રુ માય વિન્ડોમાં બતાવવામાં આવી છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર 4 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો –

bollywood news : શાહરુખ ખાનની ફિલ્મમાં વિકી કૌશલને મળી એન્ટ્રી, રાજકુમાર હિરાણીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં કરશે કામ

આ પણ વાંચો –

Gangubai Kathiawadi Trailer : આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર રિલીઝ, ટ્રેલર જોઈને દર્શકોની ઉત્સુકતા વધી

આ પણ વાંચો –

Jacqueline Fernandez સાથેનો ફોટો વાયરલ થયા પછી બચાવમાં આવ્યો સુકેશ, કહ્યું હા અમે રિલેશનશિપમાં હતા

Next Article