Raj Kundra ને કપિલે પૂછ્યું હતું ‘કંઈ કર્યા વગર પૈસા ક્યાંથી કમાઓ છો?’, ધરપકડ બાદ વાયરલ થયો વિડીયો

રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ બાદ તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કપિલ રાજને પૂછે છે કે કંઈ કર્યા વગર કમાણી ક્યાંથી કરો છો.

Raj Kundra ને કપિલે પૂછ્યું હતું કંઈ કર્યા વગર પૈસા ક્યાંથી કમાઓ છો?, ધરપકડ બાદ વાયરલ થયો વિડીયો
The video has gone viral after Raj Kundra arrested
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:50 AM

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો (Shilpa Shetty) પતિ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી છે. સોમવાર રાત્રે રાજ કુંદ્રાની (Raj Kundra) ધરપકડ બાદ ખળભળાટ મચી ગયો હતો. આ બાદ લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની સાથે જોડાયેલા સમાચારો જાણીને લોકો પણ અનેક વસ્તુ શેર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વિડીયો એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપિલ શર્મા તેની કમાણી અંગે રાજ કુંદ્રાને પ્રશ્નો પૂછી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં ચર્ચા

રાજ કુંદ્રા મોટો ઉદ્યોગપતિ હોઈ શકે છે, પરંતુ તેમની ધરપકડ અને અશ્લીલ ફિલ્મો સાથેનો સંબંધના અહેવાલો આવતા જ લોકોએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવવા માંડ્યા છે. તેમજ કપિલના આ વિડીયો બાદ લોકો તેની કમાણીનો સાચો રસ્તો કયો છે તેના પર પણ સવાલો કરી રહ્યા છે.

વિડીયો થયો વારલ

તમને જણાવી દઈએ કે અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ પર અપલોડ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર મિમ્સનું પૂર આવી ગયું છે. કપિલ શર્મા શો સમયનો આ વિડીયો જોઈને હવે તમને પણ આશ્ચર્ય થશે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા અને શમિતા શેટ્ટી એક સાથે ‘ધ કપિલ શર્મા શો’માં છે. કપિલ શર્મા રાજને પૂછે છે કે તમે કંઈ પણ કર્યા વગર પૈસા કઈ રીતે કમાઇ લો છો? આ સાંભળીને દરેક હસવા લાગે છે.

શર્લિન અને પૂનમ પાંડેનું નિવેદન

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે રાજ પર આવા આરોપ લાગ્યા હોય. આ પહેલા પણ શર્લિન ચોપડા અને પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાયબર સેલને કહ્યું હતું કે તેમને Adult Industryમાં રાજ કુંદ્રા લાવ્યો છે. રાજ શર્લિનને એક પ્રોજેક્ટ દીઠ 30 લાખ રૂપિયા અપાતો હતો. આવી રીતે શર્લિને 15-20 પ્રોજેક્ટ કર્યા છે.

 

આ પણ વાંચો: The Kapil Sharma Show: સુમોનાનું પત્તું કપાયું! મોટા કોમેડિયનની એન્ટ્રી, સુનીલ ગ્રોવરના શું છે સમાચાર?

આ પણ વાંચો: Raj Kundra Arrest Case: રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આખી રાત ચાલી આ પ્રક્રિયાઓ, જાણો