Adipurush Trailer: એકસાથે 70 દેશમાં ‘આદિપુરુષ’નું ટ્રેલર થશે રિલીઝ , મેકર્સે રિલીઝની ડેટ કરી જાહેર

ફિલ્મ 'આદિપુરુષ' છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર રિલીઝ થયા બાદ ટ્રેલરને લઈને ચાહકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. 9 મેના રોજ ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર રિલીઝ થશે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના 70 દેશોમાં એક સાથે ટ્રેલર રિલીઝ કરવામાં આવશે

Adipurush Trailer: એકસાથે 70 દેશમાં આદિપુરુષનું ટ્રેલર થશે રિલીઝ , મેકર્સે રિલીઝની ડેટ કરી જાહેર
The trailer of Adipurush will be released The trailer of Adipurush will be released simultaneously in 70 country
| Edited By: | Updated on: May 06, 2023 | 1:09 PM

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ‘ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર રિલીઝ થયા બાદ ટ્રેલરને લઈને ચાહકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. 9 મેના રોજ ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર રિલીઝ થશે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના 70 દેશોમાં એક સાથે ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતાઓ તરફથી ટ્રેલર લૉન્ચ ઇવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સાઉથ સ્ટાર પ્રભાસ, કૃતિ સેનન અને સ્ટારર ડિરેક્ટર ઓમ રાઉતની બહુપ્રતિક્ષિત ફિલ્મ આદિપુરુષનું ધમાકેદાર ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. બધાની નજર આ ફિલ્મના ટ્રેલર પર છે.

70 દેશોમાં એક સાથે બતાવાશે ટ્રેલર

આદિપુરુષમાં પ્રભાસના રામ અને કૃતિ સેનનના સીતા લુકને લઈને ઘણો વિવાદ થયો હતો. તે જ સમયે, ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવેલા હનુમાન અને રાવણના લૂકની પણ ભારે ટીકા થઈ હતી. હવે ચાહકો આદિપુરુષના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર ગ્લોબલ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આદિપુરુષનું ટ્રેલર ભારત સહિત વિશ્વના 70 દેશોમાં એક સાથે બતાવવામાં આવશે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. આદિપુરુષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે.

આદિપુરુષને સાઉથની મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મ રામાયણની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં પહેલીવાર કૃતિ સેનન અને પ્રભાસની જોડી સાથે જોવા મળશે. સની સિંહ લક્ષનના રોલમાં જોવા મળશે અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.

આ દેશોમાં એકસાથે ટ્રેલર રિલિઝ

રસપ્રદ વાત એ છે કે સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મનું ટ્રેલર 70 દેશોમાં એક સાથે રિલીઝ થવા જઈ રહ્યું છે. જેના માટે મેકર્સ આ દિવસોમાં જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 9 મેના રોજ ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ રિલીઝ થશે.

આ એક વૈશ્વિક ઘટના બનવા જઈ રહી છે. જેના માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મિડલ ઈસ્ટ, ન્યુઝીલેન્ડ, હોંગકોંગ, મલેશિયા, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, શ્રીલંકા, આફ્રિકા, જાપાન, યુકે, યુરોપ, રશિયા અને ઈજીપ્ત જેવા દેશોમાં રીલીઝ થવાનું છે. . જેના કારણે આ ફિલ્મને લઈને ભારે ચર્ચા છે. આ ફિલ્મ 16 જૂને વિશ્વભરમાં એક સાથે રિલીઝ થશે.