‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ

|

Mar 25, 2022 | 10:55 PM

અક્ષય કુમારની હજુ ઘણી ફિલ્મો આ વર્ષમાં આવવાની બાકી છે. તે આ દિવસોમાં તેની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની અપ્રતિમ સફળતા પછી અનુપમ ખેર પણ ટૂંક સમયમાં બીજી ફિલ્મમાં જોવા મળવાના છે.

ધ કાશ્મીર ફાઇલ્સ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, અક્ષય કુમારની બચ્ચન પાંડે બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ
The Kashmir Files vs Bachchan Pandey Symbolic Image

Follow us on

વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. આ ફિલ્મની વાર્તા દર્શાવે છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા અને તે સમયે કાશ્મીરી પંડિતોનું શું થયું હતું? આમ, સેન્ટિમેન્ટલ ફેક્ટર અતિશય મજબૂત હોવાથી આ ફિલ્મ ખુબ જ સફળ થઇ રહી છે. વડાપ્રધાન મોદી (PM Modi) સહીત અનેક હસ્તીઓ આ ફિલ્મને વખાણી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ‘બચ્ચન પાંડે’ (Bachchan Pandey) ફિલ્મમાં અક્ષય કુમારે (Akshay Kumar) નકારાત્મક પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તે અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પરંતુ જો બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલા નંબર પર જોવા મળી રહી છે જ્યારે ‘બચ્ચન પાંડે’ બીજા નંબર પર જોયા મળી રહી છે.

ટ્રેડ પંડિતોના મતે, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ કોઈ પણ પ્રકારના પ્રમોશન વિના ઈતિહાસ રચ્યો છે. જ્યારે અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ પ્રદર્શનની દૃષ્ટિએ અપેક્ષા કરતા ઓછી રહી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ગત તા. 11/03/2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને અત્યાર સુધીમાં તેણે રૂ. 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફિલ્મનો બિઝનેસ 200 કરોડને પાર કરી ગયો છે

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ભારતભરમાં 4,000 સ્ક્રીન્સ પર પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં, ગુરુવારે 7.20 કરોડ સાથે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ થિયેટરોમાં બે અઠવાડિયાની સફર પૂર્ણ કરી છે અને આ ફિલ્મનું 14 દિવસનું નેટ કલેક્શન હવે રૂ. 207.33 કરોડ સુધી પહોંચી ગયું છે. જોકે, બુધવારની સરખામણીમાં ગુરુવારે ફિલ્મના કલેક્શનમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ધીમી ગતિએ આગળ વધી રહી છે. આ ફિલ્મે તેના રિલીઝ થયાના પ્રથમ સપ્તાહમાં લગભગ રૂ. 37 કરોડની કમાણી કરી હતી, જે ફિલ્મ નિષ્ણાતોના અનુમાન મુજબ રૂ. 15 કરોડથી ઓછી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને પાટા પરથી ઉતારવાનું કામ કર્યું છે. અક્ષયની ફિલ્મો જે રીતે વારંવાર ચાલે છે તે પ્રમાણે આ ફિલ્મ થિયેટરમાં ચાલી શકતી નથી. એક રીતે કહી શકાય કે અક્ષયની આ ફિલ્મ ફ્લોપ તરફ આગળ વધી રહી છે. જો કે, હવે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત પ્રગતિ કરવાનો પ્રયાસ કરી રહી છે.

અક્ષય કુમાર પાસે ફિલ્મોની લાઈન છે

તાજેતરના વર્ક ફ્રન્ટની જો વાત કરીએ તો, અક્ષય કુમાર પાસે હજુ ઘણી ફિલ્મો આવવાની બાકી છે. તે આ દિવસોમાં તેની અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તે જ સમયે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા પછી અનુપમ ખેર પણ ટૂંક સમયમાં બીજી ફિલ્મમાં જોવા મળવાના છે.

આ પણ વાંચો – અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ થઈ, BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને સંપૂર્ણપણે સીલ કર્યું

Next Article