The Kapil Sharma Show ના ફેન્સ માટે ખુબ મોટા સમાચાર: આ તારીખે શરુ થશે શો, કપિલે આપી હિન્ટ

ધ કપિલ શર્મા શોના ચાહકો માટે એક ખુશખબર સામે આવી છે. ફેન્સ લાંબા સમયથી તેના પ્રસારણની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેની ટેલિકાસ્ટની તારીખ સામે આવી ગઈ છે.

The Kapil Sharma Show ના ફેન્સ માટે ખુબ મોટા સમાચાર: આ તારીખે શરુ થશે શો, કપિલે આપી હિન્ટ
The kapil sharma show will be telecast on TV very soon
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:00 AM

કપિલ શર્મા શોને (The Kapil Sharma Show) ફેન્સમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શોની ખાસિયત જ્યારે પણ શો ટીવી પર આવે છે ફેન્સ આપોઆપ સામે ગોઠવાઈ જાય છે. આ શોના ફેન્સ ચાહકો માટે હવે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યાં છે. કપિલ શર્મા શો આ દિવસોમાં પ્રસારિત થઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં હવે સમાચાર આવ્યા છે કે ફરી એકવાર કપિલ શર્મા શો ફેન્સની સામે રજૂ થવા (Retelecast) જઈ રહ્યો છે.

શોને ફરી એક વાર ટેલિકાસ્ટ થાય તેની ચાહકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. હવે જે સમાચાર આવ્યા છે તેના પરથી લાગે છે કે ફેન્સની આતુરતાનો અંત હવે ટૂંક સમયમાં જ આવી જશે.

કપિલે આપી હિન્ટ

તાજેતરમાં કપિલ શર્માએ (Kapil Sharma) એક ખાસ ફોટો શેર કર્યો છે. કપિલે તેની આખી ટીમ સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટો પાર્ટીનો હોય તેમ લાગી રહ્યું છે. આ ફોટામાં કપિલ ઉપરાંત કિકુ શારદાથી લઈને કૃષ્ણા અભિષેક સુધી જોવા મળી રહ્યા છે. સમગ્ર ટીમના મોટાભાગે મેમ્બરને તસ્વીરમાં જોઇને લાગી રહ્યું છે કે ટીમ ફેન્સને હસાવવા જલ્દી જ કમબેક કરે તેવી શક્યતા છે.

કપિલે લખ્યું કમિંગ શૂન

ફોટો શેર કરતા સમયે કપિલે લખ્યું છે કે બધા જૂના ચહેરા સાથે નવી શરૂઆત. આ સાથે હેશટેગની સાથે અભિનેતાએ લખ્યું છે કે કમિંગ શૂન (Coming Soon). કપિલની આ પોસ્ટ ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ છે. પોસ્ટ પરથી એ વાત તો ફાઈનલ છે કે કપિલ ધૂમ મચાવવા ફરી આવી રહ્યો છે.

આ તારીખે શરુ થશે શો

તાજેતરમાં ખાનગી સમાચાર સંસ્થાએ એક અહેવાલ રજૂ કર્યો છે, જે મુજબ કપિલ શર્માનો શો 21 ઓગસ્ટે પ્રસારિત થશે. આ રક્ષાબંધનના ખાસ પ્રસંગે શોને રજૂ કરવામાં (Kapil Sharma Show Telecast Date) આવનાર છે. જોકે આ પહેલા 25 મી જુલાઇથી શો શરૂ થવાના સમાચાર હતા. આવી સ્થિતિમાં જો શો ઓગસ્ટમાં શરૂ થાય છે, તો તે ચાહકો માટે ખરેખર મોટા સમાચાર છે. પરંતુ ખુદ કપિલે હજી સુધી આ શોના ટેલિકાસ્ટની તારીખ અંગે સ્પષ્ટતા કરી નથી.

શોને લઈને ઘણા અહેવાલો આવતા રહે છે. તાજેતરમાં શોની ગેસ્ટ અર્ચનાને લઈને અહેવાલ આવ્યા હતા કે તે શો છોડવા જઈ રહી છે પરંતુ આં વાત તેણે નકારી દીધી હતી.

 

આ પણ વાંચો: Indian Idol 12: દિલીપ કુમારને યાદ કરતા આંખો થઈ ભીની, જાણો ધર્મેન્દ્રએ શું કહ્યું સાયરા અને દિલીપ વિશે?

Published On - 7:57 am, Mon, 19 July 21