The Kapil Sharma Show Promo: કપિલ શર્મા સાથે શો પર જવા માટે આખી ટીમની સીટ થઈ કન્ફર્મ, જુઓ વીડિયો

કપિલ શર્માએ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શોનો નવો પ્રોમો વીડિયો શેર કરતી વખતે કહ્યું છે કે તેમની આખી ટીમને કોરોના વેકસિનેશનનાં બંને ડોઝ લગાવી લીધા છે. જ્યાં હવે આ આખી ટીમ શૂટિંગ માટે તૈયાર છે.

The Kapil Sharma Show Promo: કપિલ શર્મા સાથે શો પર જવા માટે આખી ટીમની સીટ થઈ કન્ફર્મ, જુઓ વીડિયો
The Kapil Sharma Show
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:30 PM

કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil sharma) ફરી એકવાર પોતાના શો સાથે દર્શકોની વચ્ચે પાછા આવવાની તૈયારીમાં છે. જ્યાં ચાહકો પણ આ શોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે કપિલ શર્માએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, તેમણે કહ્યું છે કે તેમની આખી ટીમે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે. વેક્સિન લીધા પછી, હવે તેમની આખી ટીમ તેમના શો માટે તેમની સીટ કન્ફર્મ કરાવી ચુકી છે.

છેલ્લા ઘણા દિવસોથી ધ કપિલ શર્મા શોના દર્શકો સોશિયલ મીડિયા દ્વારા આખી ટીમને પૂછતા હતા કે આ શો ક્યારે શરૂ થશે. જે બાદ હવે ખુદ કપિલે કહ્યું છે કે તે ખૂબ જ જલ્દી આ શો માટે શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે.

કપિલ શર્માએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરતી વખતે આ બધી માહિતી તેમના ચાહકો માટે શેર કરી છે. કપિલ શર્માની સાથે કૃષ્ણ અભિષેક (Krushna Abhishek) , સુદેશ લહેરી (Sudesh Lehri), ભારતી સિંહ (Bharti Singh) અને કિકુ શારદા (Kiku Sharda) એ પણ વેક્સિનેશન કરાવ્યું છે. જ્યાં દરેક આ વીડિયોમાં પ્રેક્ષકોને કહે છે કે તેમની સીટ આ શો માટે કન્ફર્મ થઈ ચુકી છે. ચાલો અમે તમને જણાવીએ કે, આ કપિલ શર્મા શોની ત્રીજી સિઝન બનવા જઈ રહી છે. જેના માટે શોની ટીમ ખૂબ ઉત્સાહિત છે.

 

 


સુમોના ચક્રવર્તી શોમાંથી ગાયબ

કપિલ શર્મા શોમાં કપિલની પત્નીની ભૂમિકા નિભાવી રહેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) આ વખતે આ શોમાં જોવા મળશે નહીં. જ્યાં આ નવા વીડિયોમાં પણ તે આપણને જોવા મળતી નથી. સુમોનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને તેના ચાહકોને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આ વખતે તેમને શોમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી, જેના કારણે તે ખૂબ નારાજ છે. આ વિશે વાત કરતાં તેમણે લખ્યું છે કે હવે તેમને પાછળ વળીને જોવુ નથી અને આગળ વધવું છે.

થોડા દિવસો પહેલા એક પોસ્ટમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તે આજકાલ બેરોજગાર છે પરંતુ તે પોતાનું ઘર ચલાવવામાં સક્ષમ છે. જોવાનું એ છે કે કપિલ શર્માની ટીમ અભિનેત્રીને આ સિઝનમાં તક આપે છે કે નહીં.

ચાહકોએ કર્યું સ્વાગત

કપિલ શર્માનો આ નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તેમના ચાહકો સતત તેમને પાછા આવવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. છેલ્લા 4 મહિનાથી આ શો ટીવી પર ટેલિકાસ્ટ નહોતો થઈ રહ્યો. કપિલ શર્માએ તેમના પરિવાર અને કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આ શોને થોડા દિવસો માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે વચ્ચે એવી પણ ચર્ચા થઈ રહી હતી કે હવે આ શોને ખૂબ જ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર ખસેડવામાં આવશે, પરંતુ એવું થયું નહી અને શો ખૂબ જ જલ્દી ટીવી પર પાછો આવશે.