કોની સાથે લગ્ન કરવા માંગે છે કિયારા અડવાણી? The Kapil Sharma Show માં કહી દિલની વાત

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ અઠવાડિયે ધ કપિલ શર્મા શોમાં જોવા મળ્ય. તાજેતરમાં તેમની ફિલ્મ શેરશાહ (Shershaah) OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

કોની સાથે લગ્ન કરવા માંગે છે કિયારા અડવાણી? The Kapil Sharma Show માં કહી દિલની વાત
The Kapil Sharma Show: Kiara Advani has expressed her desire that she wants to marry the actor.
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:03 AM

કપિલ શર્મા (Kapil Sharma) તેના કોમેડી શોની ત્રીજી સીઝન સાથે પરત ફર્યો છે. તેનો શો દર વખતની જેમ દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) શનિવારના એપિસોડમાં કપિલના શોમાં (The Kapil Sharma Show) જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ અને કિયારાની ફિલ્મ શેરશાહ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ દરેકનું દિલ જીતી રહી છે.

કપિલ શર્મા સિદ્ધાર્થ અને કિયારાને શેરશાહની સફળતા માટે અભિનંદન આપે છે. આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે. જેમાં તેમની લવ લાઈફ પણ બતાવવામાં આવી છે. સિદ્ધાર્થ અને કિયારાની કેમિસ્ટ્રીએ દરેકનું દિલ જીતી લીધું છે. આ દરમિયાન કપિલે કિયારાને પૂછ્યું કે તે કેવો પતિ ઇચ્છે છે.

કોની સાથે લગ્ન કરવા માંગે છે?

કપિલ કહે છે કે એમએસ ધોની ફિલ્મમાં કિયારાનો બોયફ્રેન્ડ ક્રિકેટર છે, કબીર સિંહમાં ડોક્ટર છે, ગુડ ન્યૂઝમાં બિઝનેસમેન છે અને હવે શેરશાહમાં આર્મી ઓફિસર છે, તેથી હું તમને પૂછવા માંગતો હતો, તમારે કેવો પતિ જોઈએ છે. તમે લોકોને મૂંઝવણમાં મૂકી દીધા કે તમારે સરકારી નોકરી કરતો પતિ જોઈએ? કે પછી તમે વાસ્તવિક જીવનમાં પણ કે છોકરો શું કરે છે.

કપિલના જવાબમાં કિયારા કહે છે કે જો કોઈ અભિનેતા હોય તો વધુ સારું રહેશે. કારણ કે આ બધા તે એકમાં હશે. કિયારાના આ જવાબ બાદ અર્ચના કપિલ તરફ ઈશારો કરીને કહે છે કે તમારી તક જતી રહી છે. તેના પર કપિલ મજાક કરતા કહે છે કે હું અભિનેતા નથી, હું રિક્ષા ડ્રાઈવર છું.

કપિલ શર્માએ કર્યું ફલર્ટ

શોમાં આવ્યા બાદ કિયારા સાથે કપિલ શર્મા ફ્લર્ટ કરે છે. કપિલ કહે છે કે કિયારા છેલ્લી વખત તમે અક્ષય કુમાર સાથે લક્ષ્મી માટે આવ્યા હતા. હવે તમે સિદ્ધાર્થ સાથે આવ્યા છો. તમે શોમાં એકલા કેમ નથી આવતા? તેના પર સિદ્ધાર્થ કહે છે કે આ ભાઈનું જ ઘર છે, આવો અને જાઓ. બીજી બાજુ, કિયારા કહે છે કે કપિલ બે બાળકો પછી પણ તું ફલર્ટ કરે છે. તેના પર કપિલ કહે છે કે બાળકો તો નાના છે, તેમને શું ખબર પડવાની. કપિલનો જવાબ સાંભળીને બધા મોટેથી હસવા લાગે છે.

 

આ પણ વાંચો: Happy Birthday: પંકજ ત્રિપાઠીની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નહીં, દરેક મુશ્કેલીમાં ઢાલ બનીને રહી છે પત્ની

આ પણ વાંચો: Teacher’s Day 2021: શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે આ ફિલ્મો, જોઈને થઈ જશો ઈમોશનલ

Published On - 9:03 am, Sun, 5 September 21