દિવંગત એક્ટર સુશાંત સિંહની ગર્લફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામમાં મદદ માટે કહી દીધી આ વાત

આ વચ્ચે દિવંગત એક્ટર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પણ કોરોના ઝઝૂમી રહેલા લોકોની મદદ માટે આગળ આવી છે.

દિવંગત એક્ટર સુશાંત સિંહની ગર્લફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામમાં મદદ માટે કહી દીધી આ વાત
| Edited By: | Updated on: Apr 24, 2021 | 11:17 AM

દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. બૉલીવુડ એક્ટર સોનુ સુદ પણ લોકોને મદદ કરી રહ્યો છે. આ વચ્ચે દિવંગત એક્ટર સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પણ કોરોના ઝઝૂમી રહેલા લોકોની મદદ માટે આગળ આવી છે. ‘જલેબી’ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ આ વાત કહેવા માટે ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો છે.

રિયાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, લોકો તેમને કોઈપણ પ્રકારની મદદ માટે સીધો સંદેશ આપી શકે છે. હું મારી ક્ષમતા પ્રમાણે મદદ કરવાનો પ્રયત્ન કરીશ. રિયા ચક્રવર્તી કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે લોકોની મદદ માટે આગળ આવી છે, પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, ખરાબ સમય લોકોને જોડે છે, જે તેમની મદદ કરી શકે છે, તેઓએ જરૂર મદદ કરવી જોઈએ. ભલે તે નાનું હોય કે મોટું, સહાય સહાય હોય છે. જો હું તમારી કોઈપણ રીતે મદદ કરી શકું તો, તમે મને સીધો સંદેશ પણ મોકલી શકો છો, હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. દરેક વસ્તુનું ધ્યાન રાખવું. પ્રેમ અને શક્તિ ‘.

નોંધનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં આરોગ્ય સેવા કથળી રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરનો અભાવ લોકોના જીવ લઇ રહ્યો છે. રેમેડાસિવર ઇંજેક્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. ઘણાં કલાકારો અને અભિનેત્રીઓ આવા સંકટ સમયે મદદ માટે પ્રયાસ કરી રહ્યા છે. સોનુ સૂદ ગયા વર્ષથી સંકટ સાથે લડતા લોકોને મદદ કરી રહ્યો છે. રિયા પહેલા અભિનેત્રી સોનમ કપૂરે પણ સોશિયલ મીડિયા પર આવી જ અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે, દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ રિયા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. રિયાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો રિયા ચક્રવર્તીની આગામી ફિલ્મ ‘ચેહરે’ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી જેવા કલાકાર છે.