શાહરૂખ ખાન (Shahrukh Khan) લાંબા સમય બાદ ફિલ્મોમાં જોવા મળશે. તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ની (Pathan Film) ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થવા જઈ રહી છે, અને આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા અપડેટ્સ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી એક એવી અપડેટ સામે આવી રહી છે, જેને જાણીને તમને આંચકો લાગી શકે છે. જોકે, પઠાણ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ (Digital Rights) રિલીઝના ઘણા સમય પહેલા વેચાઈ ગયા છે પરંતુ તેની રકમ તમને આશ્ચર્યચકિત કરી દેશે.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. આ ફિલ્મથી શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. તે બંનેએ પહેલા ઓમ શાંતિ ઓમ, ચેન્નાઈ એક્સપ્રેસ અને હેપ્પી ન્યૂ યર જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ ‘પઠાણ’ના ડિજિટલ રાઈટ્સ વેચાઈ ગયા છે અને તે પણ કરોડોમાં છે. બોલિવૂડ લાઈફના રિપોર્ટ મુજબ, આ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ મોટી રકમમાં વેચવામાં આવ્યા છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ માટે મોટા OTT પ્લેટફોર્મની વાત કરવામાં આવી છે અને તે પછી ફિલ્મ નિર્માતાઓએ લગભગ 210 કરોડ રૂપિયામાં ‘પઠાણ’ના ડિજિટલ રાઇટ્સ વેચ્યા છે. એમેઝોન પ્રાઇમ વિડિયોએ આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ મેળવવા માટે ડીલ કરી છે.
શાહરૂખ ખાનની આ ફિલ્મમાં પહેલીવાર ઘણા સ્ટાર્સ સાથે જોવા મળવાના છે. શાહરૂખ અને દીપિકા ઉપરાંત જોન અબ્રાહમ, સલમાન ખાન, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા જેવા દિગ્ગજ કલાકારો પણ આમાં જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. ‘ઝીરો’ પછી શાહરૂખ ખાનની આ પહેલી ફિલ્મ છે. પુત્ર આર્યન ખાનના ડ્રગ કેસને કારણે તેણે આ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. પરંતુ મામલો ઉકેલાયા બાદ તે ફરીથી આ ફિલ્મના શૂટિંગમાં ગયો હતો, જ્યાંથી કેટલીક તસવીરો પણ સામે આવી હતી.
શાહરૂખ ખાન પાસે આજકાલ ઘણી ફિલ્મો છે. શાહરૂખ ડાયરેક્ટર એટલા કુમારની ફિલ્મ ‘લાયન’ અને રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં પણ જોવા મળશે. આ બે ફિલ્મો સિવાય શાહરૂખ ખાન આર માધવનની ફિલ્મ ‘રોકેટ્રી – ધ નામ્બી’માં કેમિયો કરતો જોવા મળશે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કાજોલ સાથે કેમિયો કરતો જોવા મળશે.
આ પણ વાંચો – બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ થયા, થોડા દિવસ ડોક્ટરોની દેખરેખમાં રહેશે
Published On - 11:58 pm, Sun, 1 May 22