રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે 19 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. ત્યાર બાદ પ્રથમ 23 તારીખ સુધીની તેને પોલીસ કસ્ટડી આપી હતી અને બાદમાં 4 દિવસ વધારીને કસ્ટડી 27 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. શિલ્પા શેટ્ટીના પતિએ તેની ધરપકડને બોમ્બે હાઇકોર્ટ (Mumbai Highcourt)માં પડકારી હતી. હવે રાજ રાજ કુંદ્રા અને તેના આઈટી હેડ રિયાનનો પોલીસ રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા હતા, આવી સ્થિતિમાં, તમામની નજર કોર્ટના નિર્ણય પર હતી.
કોટે આજે 27 જુલાઈની સુનાવણીમાં કુંદ્રાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં કુંદ્રાને મોકલ્યો છે. કુંદ્રાના વકીલે જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી આવતીકાલે એટલે કે 28 જુલાઈએ કિલા કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જોકે માહિતી પ્રમાણે પોલીસે રાજ કુંદ્રા માટે 7 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે આ વિનંતી સ્વીકારી નથી. અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.
ક્રાઇમ બ્રાંચે કોર્ટને જણાવ્યું છે કે રાજના ઘરમાંથી ઘણા મહત્વના પુરાવા મળી આવ્યા છે. ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ફોરેન્સિક નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી હતી. જેની મદદથી ડેટા પાછો મળી રહ્યો છે. રાજના ઘરેથી હાર્ડડિસ્ક અને મોબાઈલ મળી આવ્યો છે. જ્યારે આરોપીઓના હોટશોટ્સ આઇઓએસ પર બતાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને એપલથી 1 કરોડ 13 લાખ 64,886 રૂપિયા મળ્યા હતા.જે બેંક ખાતામાં પૈસા જમા કરાયા હતા તે કોટક મહિન્દ્રા બેંક, યસ બેન્ક અને અન્ય બેંક પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. હવે કેટલાક ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.
રાજ સાથે 11 લોકોની ધરપકડ
તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા સાથે આ કેસમાં અન્ય 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આઈટી હેડ રયાન થોર્પનું પણ નામ છે. જો અહેવાલોનું માનવામાં આવે તો, રયાનને રાજની અશ્લીલ ફિલ્મોનું રેકેટ ચલાવવાની સંપૂર્ણ જાણકારી હતી. તેને બધી ખબર હતી કે કેવી રીતે વિડીયોને મુંબઇથી યુકે મોકલવામાં આવી રહ્યા છે.
રાજ કુંદ્રાના ઘરે દરોડો પાડ્યો હતો
23 જુલાઈના રોજ ક્રાઈમ બ્રાંચે શિલ્પા અને રાજના ઘરે પણ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન શિલ્પા શેટ્ટીની લગભગ 6 કલાક ઘરે પૂછપરછ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની ધરપકડ થઈ ત્યારથી રોજ આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.
શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે
જો અહેવાલો માનવામાં આવે તો, આ મામલે શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. રાજ બાદ તેની પત્ની શિલ્પા હવે પોલીસના રડાર પર છે. અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં રાજને લાગવા લાગ્યું હતું કે પોલીસ તેના પર કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો: Raj Kundra Case: શર્લિન ચોપરા અને પૂનમ પાંડેને હાઈકોર્ટે આપી મોટી રાહત, જાણો શું આપ્યા નિર્દેશ
આ પણ વાંચો: સપનાના વાવેતર ખાનગી PPT માં! 3 વર્ષમાં આટલા અબજ કમાણી કરવાનો હતો કુંદ્રાનો પ્લાન, જાણો
Published On - 12:56 pm, Tue, 27 July 21