ફિલ્મ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’- પૈસા વસૂલ કે બરબાદ? જાણો પબ્લિક રિવ્યૂ

|

Jan 11, 2019 | 6:57 AM

ભારે વિવાદના અંતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પરની ફિલ્મ ‘ઘ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના ભરપૂર વખાણ થઈ રહ્યાં  છે. અનુપમ ખેર અભિનિત મનમોહનસિંહના કાર્યકાળને દર્શાવનાર આ ફિલ્મને જબરદસ્ત રિસપોન્સ મળી રહ્યો છે. મનમોહનસિંહ બનેલા અનુપમ ખેરના અભિનયના વખાણ થઈ રહ્યાં છે તો સંજય બારુનું પાત્ર ભજવનાર અક્ષય ખન્નાનો અભિનય […]

ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર- પૈસા વસૂલ કે બરબાદ? જાણો પબ્લિક રિવ્યૂ

Follow us on

ભારે વિવાદના અંતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પરની ફિલ્મ ‘ઘ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના ભરપૂર વખાણ થઈ રહ્યાં  છે. અનુપમ ખેર અભિનિત મનમોહનસિંહના કાર્યકાળને દર્શાવનાર આ ફિલ્મને જબરદસ્ત રિસપોન્સ મળી રહ્યો છે. મનમોહનસિંહ બનેલા અનુપમ ખેરના અભિનયના વખાણ થઈ રહ્યાં છે તો સંજય બારુનું પાત્ર ભજવનાર અક્ષય ખન્નાનો અભિનય પણ સારો છે. 

બૉલિવૂડ જગતે પણ આ ફિલ્મને વખાણી છે. ફિલ્મમાં તમામ કલાકારોના અભિનયના વખાણ થઈ રહ્યાં છે  તો સોશિયલ મીડિયામાં પણ સારો એવો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ ફિલ્મને લઈને ભારે વિવાદ સર્જાયો છે. અનુપમ ખેર સહિત પાંચ સામે એફઆરઆઈ પણ દાખલ થઈ છે.

જુઓ VIDEO: શું કહેવું છે ગુજરાતની જનતાનું આ ફિલ્મ વિશે…

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આખરે કોણે અને કેમ જોવી જોઈએ આ વિવાદાસ્પદ ફિલ્મ?

રાજકારણમાં રસ ધરાવતી દરેક વ્યક્તિને આ ફિલ્મ ખૂબ પસંદ પડશે તેમાં કોઈ બેમત નથી. 

આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પીએમઓ સાથે જોડાયેલી દુનિયાને દર્શાવામાં આવી છે. ફિલ્મની વાર્તા સંજય બારૂના દ્રષ્ટિકોણથી છે જે 2004માં લોકસભામાં યુપીએ વિજયી થયું ત્યારબાદ શરૂ થઈ હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (સુજૈન બર્નેટ) સ્વંય પીએમ બનવાનો લોભ ત્યાગીને ડૉ.મનમોહન સિંહને પીએમ પદ માટે પસંદ કરે છે. ત્યારબાદની વાર્તામાં રાહુલ ગાંધી (અર્જુન માથુર), પ્રિયંકા ગાંધી (આહના કુમરા) જેવા ઘણા પાત્રો આવે છે. સંજય બારૂ (અક્ષય ખન્ના) જે પીએમના મીડિયા સલાહકાર છે, તેઓ સતત પીએમની ઈમેજને મજબૂત બનાવે છે.

બારૂ પીએમના ભાષણ લખે છે, પીએમને ટ્રાન્સફોર્મ કરે છે, મીડિયા સામે કેવી રીતે આત્મવિશ્વાસથી આવવું, બુશ સાથે ન્યૂક્લિઅર ડીલની વાતચીત, પીએમ અને હાઈકમાન વચ્ચેનો ટકરાવ, વિરોધીઓનો સામના જેવી ઘણી બધી બાબતો દર્શાવવામાં આવી છે. આગળની વાર્તામાં તેમની જીતના અન્ય પાંચ વર્ષ દર્શાવવામાં આવ્યા છે જે એક તરફથી યૂપીએ સરકારના પતનને દર્શાવે છે, જેમાં 2જી ઘોટાળો પણ દર્શાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં એ પણ ખાસ રીતે દર્શાવાયું કે કેવી રીતે તે પોતે પોતાની જ પાર્ટીના રાજકારણનો ભોગ બન્યા. આ ફિલ્મ દર્શોકોને પીએમઓની એવી દુનિયામાં લઈ જાય છે, જેનો તેને અંદાજો તો છે પરંતુ તેનાથી પરિચિત નથી.

અભિનયની વાત કરીએ તો પૂર્વ પીએમની ભૂમિકામાં અનુપમ ખેર વૉઈસ મોડ્યુલેશન અને બંને હાથોને આગળની બાજુ નમાવીને ચાલવાના અંદાજથી અટપટા લાગે છે પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધે છે, અનુપમ ખેર કન્વિન્સિંગ લાગે છે. તેમણે પાત્રની ગંભીરતા સમગ્ર ફિલ્મમાં જાળવી રાખી છે. પુસ્તકના તથ્યો આધારિત, ફિલ્મમાં પીએમની લાચારી અને ડાર્ક હ્યુમરને ખૂબ સરસ રીતે નિભાવવામાં આવ્યું છે. બારૂના પાત્રમાં અક્ષય ખન્નાએ પણ સારો અભિનય કર્યો છે. જર્મન એક્ટ્રેસ સુઝૈન બર્નર્ટે સોનિયા ગાંધીના લૂકને સારી રીતે અપનાવ્યો છે. પીએમની પત્નીની ભૂમિકામાં દિવ્યા સેઠ યાદ રહી જશે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત પણ વખાણવાલાયક છે.

[yop_poll id=551]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article