Thalapathy Vijay: થલાપતિ વિજય બન્યો ભારતનો હાઈએસ્ટ પેડ એક્ટર, આગામી ફિલ્મ માટે મોટી રકમની કરી માગ

સાઉથનો સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યો છે. થલાપતિ વિજયે પોતાની એક માંગથી બધાને ચોંકાવી દીધા છે.

Thalapathy Vijay: થલાપતિ વિજય બન્યો ભારતનો હાઈએસ્ટ પેડ એક્ટર, આગામી ફિલ્મ માટે મોટી રકમની કરી માગ
Thalapathy Vijay became highest paid actor of India demanding huge amount for upcoming film
| Edited By: | Updated on: May 20, 2023 | 10:26 AM

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક સુપરસ્ટાર હાજર છે. પરંતુ થલાપતિ વિજય સાઉથ સિનેમાનો જીવ છે. થલાપતિ વિજયને સાઉથના ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. અભિનેતાની ફિલ્મો જોવા માટે ચાહકો થિયેટરોમાં ઉમટી પડે છે. થલાપતિ વિજયે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. પરંતુ હવે થલાપતિ વિજયે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જે બાદ બોલિવૂડ સ્ટાર્સ તેમની સામે ફિકા પડી જશે.

વિજય હવે ભારતનો હાઈએસ્ટ પેઈડ અભિનેતા

પ્રાપ્ત માહિતી અનુસાર, થલાપતિ વિજય હવે ભારતનો હાઈએસ્ટ પેઈડ અભિનેતા બની ગયો છે. એટલે કે વિજયને ભારતમાં સૌથી વધુ ફી આપવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, વિજય તેની આગામી ફિલ્મ માટે 200 કરોડ રૂપિયા ચાર્જ કરવા જઈ રહ્યો છે. જો આ અહેવાલો સાચા સાબિત થાય તો ભારતમાં આજ સુધી બોલિવૂડથી લઈને દક્ષિણ સિનેમા સુધી કોઈએ ફિલ્મ કરવા માટે આટલી મોટી રકમ લીધી નથી. તમને જણાવી દઈએ તો 200 કરોડમાં મોટા બજેટની આખે આખી ફિલ્મ બની જાય જ્યારે આટલી ફી થલાપતિને તેની આગામી ફિલ્મ માટે માગી છે.

આગામિ ફિલ્મ માટે 200 કરોડની માંગણી

બીજી તરફ, 200 કરોડના બજેટવાળી ફિલ્મોને જંગી રકમવાળી ફિલ્મો ગણવામાં આવે છે. એટલું જ નહીં મોટાભાગની ફિલ્મોનું બજેટ 200 કરોડ પણ નથી. જેનો મતલબ એ છે કે થલાપતિ વિજયની ફી ફિલ્મના બજેટ કરતા વધારે હશે. લિયોની બાદ હવે વિજય વેંકટ પ્રભુ સાથે કામ કરવા જઈ રહ્યો છે. વેંકટ પ્રભુ વિજય સાથે ‘થલપતિ 68’ પર સતત કામ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે થલાપતિ વિજયે તાજેતરમાં જ તેની ફી વધારવાનો નિર્ણય લીધો છે.

વિજયની આગામી ફિલ્મ પર બધાની નજર

પ્રાપ્ત માહિતી અનુસાર, થલાપતિ વિજય પહેલા સુધી 80 કરોડ રૂપિયા લેતો હતો. પરંતુ લિયોના કારણે તેને સાઉથથી લઈને હિન્દી સિનેમા સુધી ઘણો પ્રેમ મળ્યો છે. લિયો એક ગેંગસ્ટર થ્રિલર ફિલ્મ છે. થલપથી વિજયની ફેન ફોલોઈંગનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. તેના માટે ફેન્સનો ક્રેઝ અવારનવાર જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે તમામની નજર તેની આગામી ફિલ્મો પર ટકેલી છે.

સાઉથનો સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં આવ્યો છે. થલાપતિ વિજયે પોતાની એક માંગથી બધાને ચોંકાવી દીધા છે.