
ઈશ્ક પર જોર નહીં (Ishk Par Zor Nahi) :આ શો માર્ચ મહિનામાં જ શરૂ કરવામાં આવ્યો હતો અને 5 મહિનાની અંદર જ તેને ઓફ એર પણ કરવામાં આવ્યો હતો. શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા પરમસિંહે કહ્યું હતું કે તેમને લાગ્યું હતું કે આ શો ઓછામાં ઓછા 9 મહિના ચાલશે, પરંતુ તે બન્યું નહીં.

લોકડાઉન કી લવસ્ટોરી (Lockdown Ki Love Story) :મોહિત મલિક (Mohit Malik) અને સના સૈય્યદ (Sana Sayyad) નો આ શો સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. મેકર્સે તેના 125 એપિસોડ કર્યા પછી બંધ કરી દીધો.

સરગમ કી સાઢે સાતી (Sargam Ki Sadhe Satii) :આ શોમાં અંજલિ તિવારી મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ શો શરૂ થયો હતો. પરંતુ મેકર્સે તેને 2 મહિનાની અંદર બંધ કરી દિધો.

શાદી મુબારક (Shaadi Mubarak) :માનવ ગોહિલ (Manav Gohil) અને રતિ પાંડે (Rati Pandey) ની જોડીને આ શોના પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યા હતા. લોકડાઉનને કારણે શો ટૂંક સમયમાં બંધ થઈ ગયો હતો.

સ્ટોરી 9 મંથ્સ કી (Story 9 months ki) :લોકડાઉન દરમિયાન સોની ટીવી પર શરૂ કરાયેલ આ શો પણ ટૂંક સમયમાં બંધ થઈ ગયો. લોકોએ આ શોની વાર્તા પસંદ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ અચાનક જ મેકર્સે આને બંધ કરવાનો નિર્ણય લીધો.

શૌર્ય ઔર અનોખી કી કહાની (Shaurya Aur Anokhi Ki Kahani) :આ શો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ થયો હતો. આ શોમાં કરણવીર શર્મા અને દેબાત્તમા સાહાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શોને નિર્માતાઓએ 7 મહિનાની અંદર બંધ કર્યો હતો.