
સુરભીનો નવો મ્યુઝિક વીડિયો 24 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે. શરદ મલ્હોત્રા આ ગીતમાં તેની સાથે જોવા મળશે.

સુરભી અને શરદની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. ભૂતકાળમાં બંનેએ એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. એટલું જ નહીં, સુરભી અને શરદે સિરિયલ નાગિનમાં સાથે કામ કર્યું છે.

ચાહકો હવે આતુરતાથી સુરભી અને શરદના મ્યુઝિક વીડિયોની રાહ જોઈ રહ્યા છે.