Shark Tank India: “પૈસા નહીં, પણ 100 કલાક જોઈએ છે”, કન્ટેસ્ટન્ટે કરી એવી માંગણી કે શાર્કસ ચોંકી ઉઠ્યા, જુઓ Video

સોની ટીવીએ શાર્ક ટેન્ક ઈન્ડિયાના સીઝન 2નો નવો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પ્રોમોમાં એક વ્યક્તિ એવો આઈડિયા લઈને આવ્યો છે કે દરેક સાઈકલને ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી શકાય છે.

Shark Tank India: પૈસા નહીં, પણ 100 કલાક જોઈએ છે, કન્ટેસ્ટન્ટે કરી એવી માંગણી કે શાર્કસ ચોંકી ઉઠ્યા, જુઓ Video
Shark Tank India
| Edited By: | Updated on: Feb 02, 2023 | 6:19 PM

શાર્ક ટેન્ક ઈન્ડિયાની સીઝન 2માં લોકો એકથી એક જબરદસ્ત આઈડિયા લઈને આવી રહ્યા છે. શાર્ક ઘણા લોકોનો બિઝનેસ આઈડિયાને પસંદ કરે છે, જ્યારે ઘણા લોકોના આઈડિયા પસંદ ના આવતા રિજેક્ટ કરી દે છે. પરંતુ જે લોકો શોમાં પહોંચે છે, તેમનામાં એક વાત સામાન્ય છે અને તે એ છે કે તે બધા કંપનીમાં હિસ્સો આપવાને બદલે પૈસાની માંગ કરે છે. પરંતુ આ વખતની નવી સિઝનમાં એક વ્યક્તિ આવી પહોંચ્યો, જેણે તેની માંગ સાથે તમામ શાર્કને આશ્ચર્યચકિત કરી દીધા.

શાર્ક ટેન્કના પ્રોમોએ બધાને ચોંકાવ્યા

સોની ટીવીએ શાર્ક ટેન્ક ઈન્ડિયાના સીઝન 2નો નવો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પ્રોમોમાં એક વ્યક્તિ એવો આઈડિયા લઈને આવ્યો છે કે દરેક સાઈકલને ઈલેક્ટ્રિક સાઈકલ બનાવી શકાય છે. તે એવી ઈલેક્ટ્રિક કન્વર્ઝન કિટ લઈને આવ્યો છે, જે 20 મિનિટની અંદર કોઈપણ નોર્મલ સાઈકલને ઈલેક્ટ્રીક સાઈકલ કે બેટરી ઓપરેટેડ સાઈકલમાં રૂપાંતરિત કરી શકે છે. ત્યાં સુધી બધું સામાન્ય હતું. પરંતુ જેવી જ તેણે શાર્કની સામે પોતાની માંગ મૂકી તો બધા ચોંકી ગયા.

એવું તો શું માંગ્યુ શાર્ક પાસે?

શાર્ક ટેન્ક ઈન્ડિયાની સીઝન 2 આ વ્યક્તિએ આવતા જ બધાને ચોંકાવી દીધા છે. તે શાર્કને નોર્મલ સાઈકલમાંથી બેટરી ઓપરેટેડ સાઈકલનો આઈડિયા આપ્યા બાદ તેમણે શાર્ક પાસે માંગણી કરી હતી કે મને 0.5% ઈક્વિટીના બદલામાં તમારી શાર્કના 100 કલાક જોઈએ છે. ત્યારે આટલુ સાંભળતા જ અમન ગુપ્તા આશ્ચર્ય સાથે કહે છે, “પૈસા નહીં?.” આ પછી બધાને આશ્ચર્ય થાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તમામ શાર્ક પણ આ ઓફરથી આશ્ચર્યચકિત છે. કારણ કે તે વ્યક્તિએ પૈસાની માંગણી કરી નથી, પરંતુ શાર્કના 100 કલાકની માંગણી કરી છે.

નોર્મલ સાયકલ બનાવી શકાશે ઈલેક્ટ્રિક સાયકલ

વીડિયોમાં તે વ્યક્તિ તેની કીટને પણ આગમાં સળગતી બતાવે છે. આ સિવાય તેની કિટની ખાસ વિશેષતાઓ પણ બેકગ્રાઉન્ડમાં બતાવવામાં આવી હતી. એકવાર કિટ સાયકલ પર ઈન્સ્ટોલ થઈ જાય, તે 25 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપે ચાલશે. આ સિવાય એકવાર ચાર્જ કર્યા બાદ તે 40 કિલોમીટર સુધીની રેન્જ આપશે. ઉપરાંત, તે 170 કિલો વજન ખેંચવામાં સક્ષમ હશે. શું હવે આ ડીલ થશે? શું કોઈ શાર્ક તેની માંગ સાથે સહમત થશે, તે શોમાં જ ખબર પડશે.