ટીવીની ખુબસુરત અને પ્રતિભાશાળી એક્ટ્રેસ રશ્મિ દેસાઈનો (Rashami Desai) આજે જન્મદિવસ છે. 13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી રશ્મિ આજે 36 વર્ષની છે. આખી ઈન્ડસ્ટ્રી અભિનેત્રીને રશ્મિ તરીકે ઓળખે છે. પરંતુ એક્ટ્રેસનું સાચું નામ શિવાની દેસાઈ (Shivani Desai) છે. એક્ટ્રેસે પોતાના અભિનય અને નૃત્ય દ્વારા ટીવી જગતમાં એક ખાસ સ્થાન બનાવ્યું અને દર્શકોમાં પોતાની ઓળખ બનાવી. રશ્મિએ નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કામ મેળવવાના ચક્કરમાં તેને બહુ જ ધક્કા ખાધા હતા. તે જ સમયે, રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું.
રશ્મિએ 2006માં આવેલા હિન્દી ટીવી શો રાવણથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં રશ્મિ પરી હૂં મેંમાં જોવા મળી હતી. આ પછી જ્યારે અભિનેત્રીએ ‘ઉત્તરન’માં તપસ્યાનું પાત્ર ભજવ્યું, ત્યારે અભિનેત્રીની ખૂબ પ્રશંસા થઈ હતી. રશ્મિએ આ શોમાં 2009થી 2014 સુધી કામ કર્યું હતું. ત્યારબાદ રશ્મિ એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે શો દિલ સે દિલ તકમાં જોવા મળી હતી. અભિનેત્રી 2017થી 2018 સુધી આ શો સાથે જોડાયેલી હતી. ત્યારબાદ રશ્મિ એકતા કપૂરના લોકપ્રિય શો ‘નાગિન’ સીઝન 4- ‘ભાગ્ય કા ઝેહરીલા ખેલ’માં જોવા મળી હતી તો તે જ સમયે રશ્મિએ પણ OTT પર ડેબ્યૂ કર્યું. અભિનેત્રી તમસ અને તંદૂર જેવા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી હતી.
રશ્મિએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારે જ તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે પોતે જ પોતાના સંઘર્ષની વાર્તા કહી હતી. પિંકવિલાના રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ જણાવ્યું હતું કે બાળપણથી જ તેણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ છે. તેની માતા સિંગલ પેરેન્ટ હતી. આવી સ્થિતિમાં તેઓ આર્થિક રીતે મજબૂત નહોતા. તે સમયે પૈસાની સમસ્યા હતી તો સાથે જ અભિનેત્રીએ એ પણ કહ્યું હતું કે જ્યારે તે ઘણી નાની હતી ત્યારે પણ તે ખૂબ જ સુંદર હતી, તેથી લોકોએ ઘણી રીતે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે દરેક પરિસ્થિતિમાંથી બહાર આવી
અભિનેત્રીએ કહ્યું હતું- ‘મારી માતા જે કમાતી હતી, તે મને અને મારા ભાઈને સારું જીવન આપવા માટે ખૂબ જ મહેનત કરતી હતી, એક સમય હતો જ્યારે અમારા ઘરમાં ખાવાની પણ સમસ્યા હતી. એવું ત્યારે હતું જ્યારે લોકો તહેવારો ઉજવતા હતા અને અમારા ઘરમાં બે ટાઈમની રોટલી પણ ભાગ્યે જ મળતી હતી.’ તેણે કહ્યું હતું- ‘મેં 16 વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મેં ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મને ખબર ન હતી કે અહીંની રીતભાત કેવી છે, આ દરમિયાન મને સૂરજ નામનો એક માણસ મળ્યો, તે મને ખૂબ મૂર્ખ બનાવતો હતો.
તે મને સપના બતાવતો હતો કે હું યશરાજને ઓળખાવીશ, બાલાજીમાં કામ કરાવીશ. તે મને મેસેજ બતાવતો અને હું ખુશ રહેતો. એક દિવસ તેને ખૂબ પ્રયાસ કર્યો, તે શું કરવા માંગે છે, મને ડ્રિંક કરાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મેં આ થવા દીધું નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો : TV9 Exclusive Interview: 2 વર્ષ સુધી ‘ગંગુબાઈ’ના રોલમાં મારા રોલને ઢાળવો મારા જીવનનો સૌથી અઘરો રોલ: આલિયા ભટ્ટ
આ પણ વાંચો : Success Story: આ ખેડૂત ખેતીમાં નવી પદ્ધતિનો ઉપયોગ કરીને કરી રહ્યો છે લાખોની કમાણી