
તેના પાત્રને લગતી તૈયારી વર્ણવતા પરિધિએ કહ્યું, “શાસ્ત્રીય નૃત્ય શીખવું મારા માટે એક મુશ્કેલ પગલું હતું. ખાસ કરીને મુદ્રાઓ કારણ કે તમે કોઈ ભૂલ નથી કરી શક્તા. મારા બાળપણના માર્ગદર્શકનો આભાર, જે મારા ઉદ્ધારક બન્યા અને મને યોગ્ય મુદ્રા સાથે ઉત્તમ શાસ્ત્રીય નૃત્ય કરવાનો આત્મવિશ્વાસ આપ્યો.

પરિધિએ વધુમાં ઉમેર્યું હતું કે " મારા પર તેમનાં વિશ્વાસે મને મારી પુત્રી સાથે શાસ્ત્રીય નૃત્યની પ્રેક્ટિસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે અમારા શો 'ચીકુ કી મમ્મી દૂર કી' પર દર્શકોની પ્રતિક્રિયા જોવા માટે હું રાહ નથી જોઈ શકતી."

પરિધિ શર્માની સાથે વૈષ્ણવી પ્રજાપતિ તેમની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર પ્લસ આ વખતે ચીકુ કી મમ્મી દૂર કી સાથે, ફરી એકવાર ચાહકો માટે પહેલા ક્યારેય ન જોયેલા ખ્યાલ લાવવા માટે તૈયાર છે.