
'બિગ બોસ' શોને લીધે સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લા માત્ર બિગ બોસ 13 ના વિજેતા જ નહોતા, પરંતુ ચાહકોએ પણ તેમને ખૂબ પસંદ કર્યા હતા. પરંતુ 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ઓશિવારા સ્થિત તેમના ફ્લેટમાં હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. સિદ્ધાર્થે માત્ર 40 વર્ષની ઉંમરે જ આ દુનિયા છોડી દીધી.

સ્વામી ઓમ બિગ બોસ 10 ના સ્પર્ધક હતા. સ્વામી ઓમ (Swami Om) પોતાની હરકતોને કારણે, શોના સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક બન્યા હતા. સ્વામી ઓમ લકવાગ્રસ્ત હતા. આ રોગને કારણે તેમનું અવસાન થયું હતું.

બિગ બોસ કન્નડનો ભાગ રહેલી અભિનેત્રી જયશ્રી રમ્મૈયા (Jayashree Ramaiah) લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. એમણે પણ આ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી.

આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ જેડ ગુડી (Jade Goody) બિગ બોસની સીઝન 2 માં દેખાઈ હતી. જેડ ગુડી આ શો પહેલા તે બિગ બ્રધરનો પણ ભાગ રહી ચૂકી છે. તેમનું કેન્સર બીમારીથી મૃત્યુ થયું હતું.

અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી પણ બિગ બોસ 7 નો ભાગ હતી. વર્ષ 2016 માં તેમણે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

અભિનેતા સોમદાસ ચિતનૂર (Somdas Chathannoor) પણ હવે આ દુનિયામાં નથી. સોમદાસ બિગ બોસ મલયાલમનો ભાગ હતા. કોરોના રોગ કારણે તેમનું મૃત્યું થયું હતું.