તારક મહેતા શોમાં રોશન ભાભી એટલે કે મોનાઝ મેવાવાલાની એન્ટ્રી થઈ ગઈ છે, જુઓ વીડિયો

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. વર્ષોથી ઘણા જૂના કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. જો કે તેમની જગ્યાએ નવા કલાકારોએ પણ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં શ્રીમતી રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારી જેનિફર મિસ્ત્રીએ શોને અલવિદા કહી દીધું હતું.

તારક મહેતા શોમાં રોશન ભાભી એટલે કે મોનાઝ મેવાવાલાની એન્ટ્રી થઈ ગઈ છે, જુઓ વીડિયો
news Roshan Bhabhi Monaz Mewawala
| Updated on: Dec 13, 2023 | 4:56 PM

હવે શોમાં નવી રોશન ભાભીની એન્ટ્રી થઈ છે. હવે અભિનેત્રી મોનાઝ મેવાલાએ ‘તારક મહેતા’માં મિસીસ રોશન સિંહ સોઢીના પાત્રમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ચાહકો એ જાણવા ઉત્સુક છે કે કોણ છે મોનાઝ મેવાવાલા?

કોણ છે મોનાઝ મેવાવાલા?

મોનાઝનો જન્મ 26 ડિસેમ્બર 1985ના રોજ ફિરદૌસ મેવાવાલા અને આશા ફિરદૌસ મેવાવાલાને ત્યાં થયો હતો. મોનાઝ કેટલાક ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. મોનાઝના પિતા પણ કસૂર સહિત અનેક ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા હતા. જ્યારે તેમની માતા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરતી હતી.

પ્રોફેશનલ સાલસા ડાન્સર પણ છે

અભિનેત્રીનો એક નાનો ભાઈ રાજેશ્વર પણ છે. મોનાઝે મુંબઈની જય હિંદ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તે વધુ અભ્યાસ માટે ગુજરાત લો સોસાયટી, અમદાવાદ ગઈ હતી. અભિનેત્રી હોવાની સાથે મોનાઝ એક પ્રોફેશનલ સાલસા ડાન્સર પણ છે. તેણે શ્યામક ડાવર ડાન્સ એકેડમીમાંથી ડાન્સ શીખ્યો.

તારક મહેતાનો એક ભાગ બનવા પર મોનાઝ મેવાલાએ કહ્યું, હું TMKOC પરિવારનો ભાગ બનવા માટે રોમાંચિત અને ગર્વ અનુભવું છું. મને આ રોલ ગમે છે અને આ તક માટે અસિત મોદીની આભારી છું. હું આ પાત્રમાં મારી તમામ શક્તિ અને દિલ લગાવીશ. મને ખાતરી છે કે તારક મહેતા શોના તમામ ફેન્સ મને તેમનો પ્રેમ અને સમર્થન આપશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો