
સામાન્ય રીતે ડો. હાથી અને કોમલ તેના કદના કારણે બધી રમતમાં ભાગ લેતા નથી માટે આ રેસનું સંચાલન તેઓ કરશે અને તમામ ભાગ લેનારાઓને ગ્રીન સિગ્નલ આપીને રેસની શરૂઆત કરાવશે.

આ રેસમાં બધા લોકો ઉત્સાહથી જોડાય છે. એક તરફ સોઢીનો અતિ ઉત્સાહ જોવા મળશે.તો બીજી તરફ ટપ્પુ અને દાદાની જોશીલી જોડી જોવા મળશે.

આ રેસમાં જેઠાલાલ અને ગોલીની જોડી જોવા મળશે. આ રેસમાં જેઠાલાલ અને ગોલી હારી જશે અને જેઠાલાલ ગોલી પર ખિજાતો જોવા મળશે.

આ રેસમાં તારક મેહતા અને અંજલી જીતતા જોવા મળશે અને રિસોર્ટ તરફથી તેમને ગીફ્ટ આપવામાં આવશે. જ્યારે મહેતા સાહેબ, પરીવારમાં કેવી હાર જીત એમ કહેતા જોવા મળશે.

આગામી એપિસોડ્સ દર્શકો માટે ખૂબ રોમાંચ, મસ્તી અને હાસ્યથી ભરપુર રહેશે અને આ બોટ રેસ માટેનો ગોકુલધામવાસીઓનો ઉત્સાહ જોઈને દર્શકો પણ તાજગી અનુભવશે.