નાગીન પછી એકતા કપૂર પ્રચંડ અશોકને લઈને આવી, પહેલી ઝલક જોઈ લોકો બોલ્યા – ઓહ માય ગોડ

કલર્સ ટીવી પર એકતા કપૂરના નવા શો પ્રચંડ અશોકની પ્રથમ ઝલકએ ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે. ફેન્સ પણ આ શોને જોવા માટે અતિ ઉત્સાહિત છે.

નાગીન પછી એકતા કપૂર પ્રચંડ અશોકને લઈને આવી, પહેલી ઝલક જોઈ લોકો બોલ્યા - ઓહ માય ગોડ
Ekta Kapoors pracchand Ashok show
| Updated on: Jan 01, 2024 | 7:43 PM

એકતા કપૂર પોતાની અલગ-અલગ સ્ટોરીઓ અને મોટા સેટ માટે જાણીતી છે. નાગિન પછી હવે તે કલર્સ ટીવી પર પોતાનો નવો શો પ્રચંડ અશોક લઈને આવી છે, જેની પ્રથમ ઝલક સામે આવી છે. શોના મુખ્ય કલાકારો અદનાન ખાન અને મલ્લિકા સિંહ પ્રોમોમાં જોવા મળે છે, જેને જોઈને ચાહકો કહી રહ્યા છે કે તેઓ નવા શોની રાહ જોઈ શકતા નથી એટલા ઉત્સાહિત છે.

કેપ્શનમાં લખી શાનદાર વાત

થોડાં કલાકો પહેલા કલર્સ ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પ્રોમો શેર કરવામાં આવ્યો હતો, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દરેક યુગે પ્રચંડ અશોકની બહાદુરીની વાતો સાંભળી છે. આ વખતે આ યોદ્ધાની લવ સ્ટોરીએ ભારતનો ઈતિહાસ કેવી રીતે બદલી નાખ્યો. જુઓ પ્રચંડ અશોક, ટૂંક સમયમાં માત્ર કલર્સ પર

પ્રોમોનો વીડિયો અહીં જુઓ

આ પ્રોમો પર કોમેન્ટ કરતાં એકતા કપૂરે લખ્યું, શકિતશાળી રાજાઓએ જમીનો અને દુશ્મનો પર વિજય મેળવ્યો છે, પરંતુ માત્ર એક મહાન માણસ જ પોતાની અંદર દુશ્મનને જીતવાની શક્તિ જાણે છે. આ એક પરાક્રમી રાજાની વાર્તા છે જેને સમજાયું કે શક્તિ યુદ્ધની જીતમાં… પરંતુ મહાનતા શાંતિની જીતમાં રહેલી છે. તેઓ હંમેશા ભારતનું ગૌરવ બની રહેશે… તેમનું પ્રતિક આપણી હિંમતનું પ્રતિક છે. તે એક શક્તિશાળી રાજા અશોકની વાર્તા છે, જે અશોક ધ ગ્રેટ બન્યા છે.

લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ

લોકો આ સિરિયલના પ્રોમો પર અલગ-અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. દરેક લોકો એકટ્રેસના વખાણ કરતા પણ જોવા મળે છે અને લોકોનો ઉત્સાહ કોમેન્ટ્સ પરથી જાણવા મળી રહ્યો છે. આ સિરિયલ ભારતના ભવ્ય ઈતિહાસને દર્શાવશે. એકતા કપૂરનું નામ પણ ઐતિહાસિક સિરિયલો બનાવવામાં પહેલા લેવામાં આવે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:43 pm, Mon, 1 January 24