CIDના ‘ફ્રેડરિક્સ’ના નિધન બાદ ડો. તારિકા અને ACP પ્રદ્યુમને શેર કરી લાગણીશીલ પોસ્ટ

સીરિયલ 'CID'થી દરેક ઘરમાં ઓળખ બનાવેલા અભિનેતા દિનેશ ફડનીસે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. તેણે સિરિયલમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવી હતી. તેમના મૃત્યુ પછી સિરિયલના કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શોક વ્યક્ત કર્યો.

CIDના ફ્રેડરિક્સના નિધન બાદ ડો. તારિકા અને ACP પ્રદ્યુમને શેર કરી લાગણીશીલ પોસ્ટ
Tarika and ACP Pradyuman
| Updated on: Dec 06, 2023 | 10:05 AM

સીરીયલ ‘CID’એ ઘણા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું. આ સિરિઝની દરેક ભૂમિકાએ દર્શકોના મન પર એક ખાસ છાપ છોડી છે. ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનારા અભિનેતા દિનેશ ફડનીસનું 5 ડિસેમ્બરે નિધન થયું હતું. લીવરની સમસ્યાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. દિનેશના નિધનથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે.

સીરિયલ સીઆઈડીના કલાકારોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. શિવાજી સાટમ, તાન્યા અબરોલ, શ્રદ્ધા મુસળે, અજય નાગરથ અને વિવેક મશરૂએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી છે.

દિનેશ ફડનીસે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. લિવર ફેલ થવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સીઆઈડી સિરિયલના કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ દિનેશના મૃત્યુ વિશે સૌપ્રથમ માહિતી આપી હતી. ‘CID’માં મહત્વની ભૂમિકા ભજવનારા અભિનેતા અજય નાગરથે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી.

હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી કે તમે અમને છોડીને જતા રહ્યા. તમારા આત્માને શાંતિ મળે. ફ્રેડી સર તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. ઓમ શાંતિ’, આ શબ્દોમાં તેણે પોતાની લાગણી વ્યક્ત કરી.

શ્રદ્ધા મુસળે તેમજ વિવેક મશરૂએ આપી શ્રદ્ધાંજલિ

સિરિયલમાં ‘ડો. તારિકાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રદ્ધા મુસળેએ લખ્યું, ‘ફ્રેડી સર અમે તમને ખૂબ યાદ કરીશું.’ એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનારા અભિનેતા શિવાજી સાટમે પણ દિનેશના ફોટાનો કોલાજ પોસ્ટ કર્યો છે. “દિનેશ ફડનીસ, સરળ, વિનમ્ર, પ્રેમાળ”, તેણે આ ફોટાના કેપ્શનમાં લખ્યું. તાન્યા અબરોલ અને વિવેક મશરૂએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શોક વ્યક્ત કર્યો હતો.

દિનેશ ફડનીસને 1 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી એક્ટર દયાનંદ શેટ્ટી સોશિયલ મીડિયા પર સતત પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી રહ્યા હતા. 5 ડિસેમ્બરે બપોરે 12.08 વાગ્યે દિનેશનું નિધન થયું હતું. તેમણે મુંબઈની તુંગા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:03 am, Wed, 6 December 23