
33 વર્ષીય મુનમુન દત્તાનું નામ હાલમાં શોના એક કલાકાર સાથે જોડવામાં આવી રહ્યુ છે જેને કારણે તે ટ્રોલર્સના નિશાના પર છે. જોકે તેના અફેરની પુષ્ટી અમે નથી કરતા.

મુનમુનનું પાત્ર અન્ય પાત્રો કરતાં વધુ સ્ટાઇલિશ છે. તેને મુસાફરી અને ફેશનનો ખૂબ શોખ છે.

આ શો પહેલા મુનમુને શાહરુખ ખાન સાથે એક જાહેરાતમાં કામ પણ કર્યુ છે. શાહરૂખ ખાને આ જાહેરાતમાં દર્દીની ભૂમિકા ભજવી હતી અને મુનમુન તે જાહેરાતમાં નર્સની ભૂમિકામાં જોવા મળી હતી.