Taarak Mehta Ka Ooltah Chashmah : શું ભીડે માસ્ટર અને ગોલી પાડશે રંગમાં ભંગ ? રિસોર્ટમાં ધિંગા-મસ્તીનું સપનું રહી જશે અધૂરું ?

સિરિયલ 'તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં તમામ ગોકુલધામ વાસીઓની ટ્રીપમાં એક મજેદાર ટ્વિસ્ટ આવશે. ભીડેની ટ્રીપ રહેશે યાદગાર

Taarak Mehta Ka Ooltah Chashmah : શું ભીડે માસ્ટર અને ગોલી પાડશે રંગમાં ભંગ ? રિસોર્ટમાં ધિંગા-મસ્તીનું સપનું રહી જશે અધૂરું ?
Taarak Mehta Ka Ooltah Chashmah
| Updated on: Jun 29, 2021 | 11:32 PM

આપ સૌ જાણો છો કે સિરિયલ ‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં તમામ ગોકુલધામ (Gokuldham) વાસીઓ રંગ તરંગ રિસોર્ટ જઇ રહ્યા છે. જેટલા ગોકુલધામ વાસીઓ રિસોર્ટ જવા ઉત્સુક છે તેટલા જ ઉત્સુક દર્શકો પણ છે.

કારણ કે કેટલીય સમસ્યાઓને પાર કરીને ગોકુલધામ વાસીઓને આખરે રિસોર્ટમાં પહોચીને રિલેક્સ થવાનો અને મોજ કરવાનો જોરદાર મોકો મળ્યો છે. જેથી તમામ ગોકુલધામ વાસીઓ ઘણા ખુશ છે અને રિસોર્ટ પહોચવાની કાગડોળે વાટ જોઈ રહ્યા છે. પરંતુ આ દરમ્યાન ભીડે માસ્ટર (Bhide Master)થી કઈક ચૂક રહી જાય છે જેથી રિસોર્ટમાં મોજ મસ્તી કરવાનું તેનું સપનુ કદાચ અધૂરું રહી જશે.

જો કે ગોકુલધામ વાસીઓનો કોઈ પણ પ્લાન વગર કોઈ સમસ્યા પાર પડી જાય તેવું અત્યાર સુધીમાં ક્યારેય જોવા મળ્યું નથી. સોસાયટીના તમામ લોકો દિવસભરનો પ્રવાસ ખેડીને, રિસોર્ટ પહોચીને હજુ તો માંડ ચેક ઇન કરવાના હોય છે ત્યાં જ ભીડે (Bhide Master)ને યાદ આવે છે કે તે પોતાનું ID પ્રૂફ ભૂલી ગયા છે.

દુનિયા હચમચાવી નાંખનાર પત્રકાર પોપટલાલ (Popatlal) ભીડે માટે ભલામણ કરે છે. પરંતુ રિસોર્ટ વાળા તેની એક માનતા નથી. અહીથી જ અટકી નથી જવાનું, વચ્ચે રસ્તામાં હજુ તો કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

અગાઉના એપિસોડમાં આપણે જોયું કે જ્યારે બધા લોકો અંતાક્ષરી રમી રહ્યા હોય છે ત્યારે નક્કી કરવામાં આવે છે કે જે હારશે તેને પાર્ટી આપવી પડશે. ત્યાર બાદ બધાજ લોકો અલગ અલગ પ્રકારની અંતાક્ષરી રમે છે. કે જેમાં અલગ અલગ શહેરોના નામ અને તેની ખાસિયત જણાવતા હોય છે.

આખરે જ્યારે ઐયરના નંબર પર જ્યારે ભીડે જવાબ આપી દે છે ત્યારે ટપુ સેના કહેવા લાગે છે કે “ભીડે અંકલ પાર્ટી તમે આપજો” આ સાંભડીને ભીડે ગુસ્સે થઈ જાય અને કહે છે કે “મે કોઈ જ જવાબ નથી આપ્યો જેથી હું કોઈ જ પાર્ટી નહીં આપું” આસાંભળીને મહેતા સાહેબ કહે છે ‘ભીડે, બાળકો તારી મજાક ઉડાવે છે’ આ સાંભળીને બધાજ હસવા લાગે છે.

મોજ મસ્તી કર્યા વગર ભીડે પરત ફરશે ?
આમ જોવા જઈએ તો આ ટ્રિપની શરૂઆત જ ખરાબ થઈ છે. આજના TMKOCના એપિસોડમાં આપણે જોશું કે રિસોર્ટ જતી વખતે ગોલી (Goli) બસ્તી ઉતરી જાય છે અને બસ આગળ ચાલવા લાગે છે. ત્યાર બાદ બસને પકડવા ગોલી બસ પાછળ દોટ લગાવે છે.

તો શું ગોલી બસમાં ચડી શકશે ? કોઈ ઓળખ પત્ર ના હોવાની કારણે ભીડે ટ્રીપ કેન્સલ કરીને ગોકુલ ધામ પરત ફરશે ? શું સોસાયટીના લોકો ભીડે વગર જ મોજ-મસ્તી કરશે ? કે પછી સોસાયટીની પુરુષ મંડળી ભીડે સાથે જ પરત ફરશે ?

આ પણ વાંચો : Technology: વોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવુ ફીચર, વોઈસ મેસેજને લઈને આવી રહ્યો છે આ બદલાવ