Taarak Mehta Ka Ooltah Chashmah: શું ખરેખર જેઠાલાલની છે ગડા ઈલેક્ટ્રોનિક્સ? ચાહકો દૂર-દૂરથી આવે છે જોવા અને જાણવા કે સાચો માલિક કોણ?

|

May 26, 2021 | 3:29 PM

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલ લોકોની પસંદીદા સિરિયલ છે. આ શો લોકોનું ખૂબ જ મનોરંજન કરે છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: શું ખરેખર જેઠાલાલની છે ગડા ઈલેક્ટ્રોનિક્સ? ચાહકો દૂર-દૂરથી આવે છે જોવા અને જાણવા કે સાચો માલિક કોણ?
Gada Electronics

Follow us on

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલ લોકોની પસંદીદા સિરિયલ છે. આ શો લોકોનું ખૂબ જ મનોરંજન કરે છે. આ કોમેડી સીરિયલ શરૂ થયાને 13 વર્ષ થઈ ગયા છે. વર્ષ 2008 થી પ્રસારિત થતો આ શો લોકોના દિલમાં જગ્યા બનાવતો ગયો. શોનો દરેક સીન હાસ્યથી ભરેલો હોય છે.

ટપ્પુની શરારત, ચંપક ચાચાજીનું જ્ઞાન અને ચારેય તરફથી મુશ્કેલીથી ઘેરાયેલા જેઠાલાલ લોકોને ખૂબ એન્જોય કરાવે છે. શો હંમેશા ચાહકોનું મનોરંજન કરે છે. તેનું અનુમાન તમે તે રીતે કરી શકો છો કે તેણે ટીઆરપી ચાર્ટમાં ઘણા મોટા શોને હરાવી દીધા છે. આ શો એટલો હિટ થઈ ગયો છે કે તેની દરેક વસ્તુ લોકોના મગજમાં સાચી માનીને ઘર કરી ગઈ છે.

ભિડે માસ્ટરનું નોટિસ બોર્ડ પર લખવાનું હોય, અથવા જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સ (Gada Electronics) ની દુકાન, બધું પ્રખ્યાત છે અને તેથી જ આ દુકાન હવે પર્યટક માટેનું આકર્ષણ બની ગઈ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ શો સામાન્ય લોકોના રૂટિન પર આધારિત છે. આમાં ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ કામ કરે છે. પોપટલાલ એક પત્રકાર છે અને મહેતા સાહેબ લેખક છે. આત્મારામ તુકારામ ભિડે (Atmaram Tukaram Bhide) કોચિંગ ચલાવે છે અને તે સોસાયટીના સેક્રેટરી પણ છે. આવી જ રીતે જેઠાલાલ ચંપકલાલ ગડા (Jethalal Champaklal Gada) ની ઇલેક્ટ્રોનિક્સ શોપ છે.

દરરોજ જેઠાલાલ તૈયાર થઈને તેમની દુકાન પર જાય છે. દુકાનમાં ત્રણ સ્ટાફ પણ છે. નટ્ટુ કાકા, બાઘા અને મદન. જેઠાલાલની આ દુકાન શોના લગભગ દરેક એપિસોડમાં દર્શાવવામાં આવી છે. શોની ઘણી વાર્તા આ દુકાન સાથે સંકળાયેલી છે.

શોની બહાર જો દુકાનની વાત કરીએ તો આ દુકાન મુંબઈના ખારમાં છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડીયાર છે. તેઓ શો માટે આ દુકાન ભાડા પર આપે છે. પહેલાં આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું, પરંતુ ગડા ઇલેક્ટ્રોનિક્સ તરીકે ફેમસ થયા પછી, શેખરે તેનું નામ ગડા ઇલેક્ટ્રોનિક્સ રાખ્યું દિધુ હતું.

શેખર કહે છે કે પહેલા મને શૂટિંગ પર આપવાથી ડર લાગતો હતો કે ક્યાંક માલ તૂટી ન જાય, પરંતુ આજ સુધી કંઈપણ નુકસાન થયું નથી. શોને કારણે, દુકાનમાં હવે ગ્રાહક કરતાં વધુ પર્યટકો આવે છે. જે પણ લોકો અહીં આવે છે તેઓ ફોટા પાડવાનું ભૂલતા નથી.

Published On - 3:29 pm, Wed, 26 May 21

Next Article