Taarak Mehta… ફેમ Munmun Dutta ના બોયફ્રેન્ડે કરી હતી મારપીટ, પુરુષોથી થઈ ગઈ હતી નફરત

|

Jun 19, 2021 | 4:11 PM

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની બબીતા​​જી, એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ની સાથે તેમના બોયફ્રેન્ડે મારપીટ કરી હતી.

Taarak Mehta... ફેમ Munmun Dutta ના બોયફ્રેન્ડે કરી હતી મારપીટ, પુરુષોથી થઈ ગઈ હતી નફરત
Munmun Dutta

Follow us on

પ્રખ્યાત ટીવી કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ના તમામ પાત્રોએ લોકોના દિલોમાં સ્થાન બનાવ્યું છે. આ બધા કલાકારો એટલા લોકપ્રિય થયા છે કે ચાહકો હવે તેમને તેમના વાસ્તવિક નામના બદલે સીરિયલમાં પાત્રોના નામથી ઓળખે છે. આ શોનું આવું જ એક પાત્ર બબીતા ​​અય્યર છે, જેને દરેક બબીતા​​જીના નામથી બોલાવે છે. જે સોસાયટીની સૌથી સ્ટાઇલિશ મહિલા છે. આ પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે.

પરંતુ શું તમે જાણો છો કે મુનમુને આ ખ્યાતિ મેળવતા પહેલા જિંદગીમાં ઘણા કડવા અનુભવો થયા હતા. આજે અમે તમને મુનમુન દત્તા (Munmun Dutta) ના જીવનના કેટલાક આવા અણધાર્યા પાસાઓ જણાવવા જઈ રહ્યા છીએ.

વેલેન્ટાઇન્સ ડે પર બોયફ્રેન્ડે કરી હતી મારપીટ

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2008 માં મુનમુન એટલી પ્રખ્યાત નહોતી, પરંતુ તે ઘણી ચર્ચામાં હતી. કારણ હતું ફિલ્મ અભિનેતા અરમાન કોહલી સાથે તેમના સંબંધ અને વિવાદ. વેલેન્ટાઇન ડે નિમિત્તે તેમના બોયફ્રેન્ડ અરમાને તેમની સાથે મારપીટ કરી હતી. મુનમુન અને અરમાનનું અફેર શરૂ થયાના થોડા દિવસો પછી બ્રેકઅપ પર પહોંચ્યું હતું. પાછળથી આ તૂટવાનું કારણ અરમાનનો ગુસ્સે અને આક્રમક સ્વભાવ હોવાનું બતાવામાં આવ્યું હતું.

પોલીસ સુધી પહોંચ્યો હતો મામલો

કંઈક એવું થયું કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે અરમાને મુનમૂનને ખૂબ માર માર્યો હતો. આ પછી મુનમુને ગુના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ અરમાનને તેના વર્તન બદલ માફી માંગવી પડી અને દંડ પણ ભરવો પડ્યો હતો.

#MeToo માં કહી હતી આ વાત

મુનમુન દત્તાએ થોડા વર્ષો પહેલા #MeToo માં પોતાનો કડવો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે, ‘દરેક સ્ત્રીને કોઈક સમયે જાતીય શોષણનો સામનો કરવો પડે છે અને તે કોઈપણ ઉંમરમાં થાય છે. નાનપણમાં હું પાડોશમાં રહેતા અંકલથી ડરતી હતી, કારણ કે જ્યારે પણ તે મને એકલા જોતા, ત્યારે તે મને જકડી લેતા અને ધમકી આપતા હતા કે હું આ વાત છુપાવીને રાખું.’

13 વર્ષની ઉંમરે શિક્ષકે કર્યું હતું શરમજનક વર્તન

આ સાથે તેણે કહ્યું હતું કે, ’13 વર્ષની ઉંમરે મારા ટ્યુશન શિક્ષકે મારા અંડરપેન્ટ્સમાં તેમનો હાથ મૂક્યો હતો. તે સમયે હું સમજી શકી નહી કે આ વાત મારા માતા-પિતાને કેવી રીતે કહું. મારી અંદર ત્યારે પુરુષોને લઈને એક વિચિત્ર નફરત પેદા થવા લાગી, કારણ કે મને લાગતું હતું આજ તે ગુનેગાર છે.’

Next Article